પત્નીની જાસૂસી કરવા પતિએ લગાવ્યા CCTV, પછી જે થયું તે જાણી રહેશો દંગ !
છેલ્લા ઘણા સમયથી લગ્ન બાદ પતિ પત્ની વચ્ચે અણબનાવ, ઘરમાંથી જ કોઈ અન્ય પુરૂષ સભ્ય દ્વારા પરિણીતાની છેડતી અને પતિના અફેર જેવી ઘટાનાઓની ફરિયાદ સતત વધી રહી છે. ત્યારે અમદાવાદ શહેરમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમા એક લફરાબાજ પતિની કરતુત સામે આવતા તેને પરિણીતાને ત્રાસ આપવાનું શરુ કરી દીધું હતું. જેથી પતિ અને તેના સાસરિયાઓથી કંટાળીને પત્નીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પતિ અને સાસરિયાઓના ત્રાસની ફરિયાદ
ફરિયાદમાં જણાવ્યા મુજબ અમદાવાદના ગુરૂકુળ વિસ્તારમાં રહેતી પરીણિતાના લગ્ન તેની પાસેની જ સોસાયટીમાં સમાજના રીતરિવાજ પ્રમાણે થયા હતાં. લગ્ન થયા બાદ છ એક મહિના સુધી તેના સાસુ સસરાએ સારી રીતે રાખી હતી. અને પછીથી કામમાં મહેણાં ટોણાં મારીને તેને ત્રાસ આપવાનું શરુ કર્યું હતું. બીજી તરફ પરિણીતાના પતિનું અન્ય કોઈ સ્ત્રી સાથે અફેર હોવાની જાણ થતા તેને તેના સાસુને આ અંગે જાણ કરી હતી ત્યારે તેના સાસુ સસરાએ કહ્યું હતું કે આ બઘુ તો નોર્મલ છે. આ અંગે પતિ સાથે તકરાર થતા તેના પતિએ તેની સાથે મારઝૂડ કરી હતી.
પતિ -પત્નીને આપતો હતો ધમકી
આ વાતને થોડો સમય વીત્યા બાદ પરીણિતા સગર્ભા થઈ ત્યારે પણ તેના પતિના અન્ય સ્ત્રીઓ સાથે અફેર ચાલુ હતા. જો કે દિકરીનો જન્મ થતા તેના પતિએ પ્રોમિસ આપી હતી કે હવેથી તે સુધરી જશે અને તેની જવાબદારી સંભાળશે. પરંતુ દિકરીના જન્મ બાદ પણ તેના પતિનું અન્ય સ્ત્રી સાથે અફેર હોવાની જાણ પત્ની થઈ હતી ત્યારે પતિએ તેને ધમકી આપી હતી કે જો આ બાબતે અહીં ફરિયાદ કરીશ તો તને જાનથી મારી નાંખીશ.
પત્ની પર નજર રાખવા CCTV લગાવ્યા
જ્યારે તેના પતિને હૈદરાબાદમાં નોકરી મળે હતી ત્યારે તે તેની પત્નીને હૈદરાબાદ રહેવા લઈ ગયો હતો. જ્યા તેને પત્ની પર નજર રાખવા ઘરમાં CCTV કેમેરા લગાવ્યા હતાં. જે બાદ પતિ-પત્ની વચ્ચે તકરાર થતા પરીણિતા સાસરીમાં રહેવા જતી રહી હતી, ત્યા પણ તને પત્ની પર નજર રાખવા માટે સાસરીમાં પણ CCTV કેમેરા લગાવી દીધા હતાં. અને પતિની સાથે સાસરિયાઓએ પણ પરિણીતાને ત્રાસ આપવાનું વધારી દીધું હતું. અને સાસરિયાઓએ તેના દાગીના અને સ્ત્રીધન પણ પડાવી લીધું હતું. એટલુ જ નહી તેની લંડનમાં રહેતી નણંદે પણ તેની પાસેથી લીધેલા પાંચ લાખ તેને પરત આપ્યા ન હતા. આમ સાસરિયાઓના ત્રાસી કંટાળીને પરીણિતા તેના પિયરમાં રહેવા આવી ગઈ હતી જે બાદ આ મામલે તેને પતિ અને સાસરિયાઓ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો : કમોસમી વરસાદ બાદ રાજ્ય સરકારે ખેડૂતો માટેની આ 26 યોજનાઓ કરી બંધ, જાણો કારણ