ટ્રેન્ડિંગનેશનલ

મથુરા: ઘરમાં ઝઘડો થતાં પતિએ પત્નીના હોઠ કરડી નાખ્યા, મહિલાને 16 ટાંકા આવ્યા

Text To Speech

મથુરા, 25 જાન્યુઆરી 2025: મથુરાના એક ગામમાં ઝઘડાના કારણે પતિએ દાંતોથી પત્નીના હોઠ કાપી નાખ્યા. તેનાથઈ મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ. પરિવાર તેને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલે લઈને પહોંચ્યો. જ્યાં તેને 16 ટાંકા લગાવવા પડ્યા હતા. આ મામલે ફરિયાદ મળ્યા બાદ પોલીસ કેસ નોંધી તપાસ શરુ કરી દીધી છે. મહિલા પોલીસને આપબીતી જણાવી શકી નહોતી, એટલા માટે તેણે કાગળ પર લખીને પોતાની સાથે થયેલી હેવાનિયત જણાવી હતી. તેણે પોતાના પતિ, દિયર અને સાસુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

એજન્સીના જણાવ્યા અનુસાર, મગોર્રાના એસએચઓ મોહિત તોમરે જણાવ્યું કે, નિગલા ભુચનની રહેવાસી મહિલાએ આરોપ લગાવ્યો છે કે શુક્રવારની સાંજે જ્યારે તે ઘરમાં કામ કરી રહી હતી, ત્યારે તેનો પતિ વિષ્ણુ ઘરે આવ્યો અને કોઈ પણ કારણ વિના ઝઘડા કરવા લાગ્યો. જ્યારે તેને શાંત થવા માટે કહ્યું તો તેણે મારપીટ શરુ કરી દીધી.

મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના પતિએ અચાનક હુમલો કર્યો અને તેના હોઠ પર બચકા ભરી લીધા. જે બાદ તે લોહીલુહાણ થઈ ગઈ. જ્યારે ઘરે રહેલી તેની બહેન વચ્ચે પડી તો તેની સાથે પણ મારપીટ કરી.

મહિલાએ પોલીસને એવું પણ જણાવ્યું છે કે, જ્યારે હું પતિની હરકત વિશે સાસુ અને દિયરને ફરિયાદ કરી તો તેમણે મારા પતિને કશુ કહ્યું નહીં, ઉલ્ટાનું મારી સાથે દુર્વ્યવહાર કર્યો અને મારપીટ કરી. ઘટના વિશે જાણ થયાં બાદ પીડિતાના પિતાએ પોલીસ સ્ટેશન લઈને આવ્યા અને તેના પતિ વિષ્ણુ, સાસુ અને દિયર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

આ મામલાને લઈને પોલીસ અધિકારીઓનું કહેવું છે કે મહિલાના હોઠ પર 16 ટાંકા આવ્યા છે. એસએચઓ મોહિત તોમરે કહ્યું કે, દંપતી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ઘરેલૂ ઝઘડા ચાલી રહ્યા હતા. ઘટના બાદથી ત્રણેય આરોપી ઘરેથી ગાયબ છે. આરોપીઓની ધરપકડ માટે પોલીસ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: ધાર્મિક સ્થળ પ્રાર્થના કરવા માટે હોય છે: મસ્જિદ પર લાઉડસ્પીકર લગાવવાની માગ કરતી અરજી અલ્હાબાદ હાઈકોર્ટે ફગાવી

Back to top button