ટ્રેન્ડિંગવર્લ્ડ

પતિ બન્યો ‘ભાઈ’ : એક્સિડન્ટ બાદ પત્નીએ બદલ્યો સંબંધ, 18 વર્ષ પહેલાં થયાં હતાં લગ્ન

  • મહિલાએ પતિ સાથેનો સંબંધ બદલવાની પોતાની સ્ટોરી સોશિયલ મીડિયા પર શેર કરી
  • 16 વર્ષની ઉંમરે મહિલાએ પ્રેમમાં પડી અને બાદમાં લગ્ન કર્યાં હતાં

નવી દિલ્હી, 29 જાન્યુઆરી: સ્વાભાવિક રીતે દંપતીમાંથી કોઈ એક પર (પતિ કે પત્ની) મુશ્કેલી આવે તો અન્ય દ્વારા તે વ્યક્તિ પ્રત્યેની સાર-સંભાળ અને પ્રેમમાં વધારો થઈ જાય છે. જેનાથી બંનેના સંબધો ગાઢ બની જાય છે. પરંતુ આજ-કાલ તેનાથી થોડું વિપરીત જોવા મળી રહ્યું છે. એક અજીબો ગરીબ કિસ્સામાં એક મહિલાએ પોતાના જ પતિ સાથેના સંબંધો બદલી નાખ્યા છે. મહિલાએ તેના જ પતિને એક ઍક્સિડન્ટ બાદ પોતાનો જ ભાઈ બનાવ્યો છે. તેના પતિએ પણ આ બાબતે કોઈ વાંધો ઉઠાવ્યો નથી. મહિલાએ સોશિયલ મીડિયા પર પોતાની સ્ટોરી શેર કરી છે. જેમાં મહિલાએ સંબંધ બદલવાનું કારણ જણાવ્યું છે. તેણીના લગ્ન 18 વર્ષ પહેલાં થયાં હતાં. હવે તે તેના પતિને પોતાનો ભાઈ માને છે. પતિ પણ તેને પોતાની નાની બહેન માને છે.

kris and brandon
Picture: TikTik/@followmetothemouse

આ મહિલાનું નામ ક્રિસ છે. તેણી કહે છે કે, 16 વર્ષની ઉંમરે તેણી બ્રૈંડેનના પ્રેમમાં પડી ગઈ હતી. એક વાર મળ્યા પછી બંને એકબીજાથી જરા પણ દૂર રહી શકતાં ન હતાં. આટલી નાની ઉંમરે પ્રેમમાં પડવા છતાં બંનેને એવું લાગ્યું કે જાણે તેઓ એકબીજાને સદીઓથી ઓળખે છે. આ પછી બંનેએ એકબીજાને લવ લેટર લખવાનું શરૂ કર્યું. દંપતીએ એકબીજાને સંગીતની સીડી આપવાનું શરૂ કર્યું. બંને સાથે બીચ પર પણ જવા લાગ્યા.

પતિ સાથે સંબંધ બદલવા પાછળનું કારણ શું ?

car accident
Picture: TikTik/@followmetothemouse

એક અહેવાલ મુજબ, ક્રિસે ઓગસ્ટ 2006માં બ્રૈંડેન સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના બે વર્ષ બાદ તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ જ્યારે તેણી 24 વર્ષની હતી ત્યારે ક્રિસને ખબર પડી કે તેના પતિ બ્રૈંડેનનો અકસ્માત થયો. આમાં બ્રૈંડેનનો જીવ તો બચી ગયો પરંતુ તે બે મહિના સુધી કોમામાં રહ્યો, તેણે ઘણા મહિના સુધી સારવાર કરાવી. તેને મગજમાં પણ ઈજા થઈ હતી, તે વ્હીલચેરમાં આવી ગયો, તેને પોતાના નાનાં-નાનાં કામો કરવામાં પણ મુશ્કેલી પડવા લાગી, તે બરાબર બોલી શકતો પણ ન હતો, યાદશક્તિ નબળી પડી. તેને દરેક સમયે સંભાળની જરૂર પડવા લાગી. આ પછી જ દંપતીના સંબંધોમાં બદલાવ આવવા લાગ્યો. બ્રૈંડેન તેની પત્ની ક્રિસને પ્રેમથી તેની નાની બહેન કહેવા લાગ્યો. તે જ સમયે, ક્રિસ પણ તેના પતિને પોતાનો ભાઈ માનવા લાગી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ TikTok પર તેની વાર્તા સંભળાવતી વખતે, ક્રિસે કહ્યું, ‘મને લાગે છે કે ભાઈ શબ્દ અમારા સંબંધોને વધુ સારી રીતે વ્યાખ્યાયિત કરે છે.’ સંબંધોમાં બદલાવ પછી પણ, ક્રિસે બ્રૈંડેનની સંભાળ લેવાનું ચાલુ રાખ્યું.

મહિલાએ જીવનમાં આગળ વધી બીજા લગ્ન કર્યા

Brandon (right)-James (left)
Brandon (right)-James (left)\@followmetothemouse

જોકે, અકસ્માતના બે વર્ષ પછી એટલે કે 2010માં ક્રિસે જીવનમાં આગળ વધવાનું નક્કી કર્યું. તેણીને કુટુંબ અને બાળકોની ઈચ્છા હતી. જેથી તેણીએ 2014માં બીજા લગ્ન કર્યા. તેણી તેના બીજા પતિ જેમ્સને ઑનલાઈન મળી હતી. જેમ્સએ સિંગલ ફાધર હતા. જેમ્સે ક્રિસની સાથે બ્રૈંડેનનો પણ તેના જીવનમાં સ્વીકાર કર્યો. હવે ત્રણેય એક જ ઘરમાં સાથે રહે છે. જેમ્સ બ્રૈંડેનની સંભાળ રાખવામાં ક્રિસને પણ ટેકો આપે છે. ક્રિસે તેના પતિથી છૂટાછેડા લીધા છે કે નહીં તે અંગે માહિતી આપી નથી. પરંતુ તેણીએ ચોક્કસપણે કહ્યું કે, “બ્રૈંડેને તેમના નવા સંબંધને ટેકો આપ્યો છે.”

આ પણ જુઓ : જીજુ, જીજુ : નિક જોનાસ માટે લોલાપાલૂઝા કોન્સર્ટમાં ચાહકોના નારા

Back to top button