- બાંગ્લાદેશમાં અનામતના મુદ્દે શરૂ થયેલા વિરોધ પ્રદર્શને હિંસક સ્વરૂપ ધારણ કર્યું
- નેપાળ અને ભૂટાનના વિદ્યાર્થીઓને પણ ભારત આવવા માટે કરાઈ રહી છે મદદ
નવી દિલ્હી, 20 જુલાઈ : પાડોશી દેશ બાંગ્લાદેશ આ દિવસોમાં હિંસાની આગમાં સળગી રહ્યું છે. સરકારી નોકરીઓમાં અનામતના મુદ્દે શરૂ થયેલા વિરોધ પ્રદર્શને દેશભરમાં હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. હિંસા પ્રભાવિત દેશમાંથી લોકો સ્થળાંતર કરી રહ્યા છે. દરમિયાન,ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધીમાં સેંકડો ભારતીય વિદ્યાર્થીઓ અલગ-અલગ માર્ગો દ્વારા દેશમાં પરત ફર્યા છે.
આ લોકોની મદદથી ભારત પરત લાવી રહ્યા છે
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં તાજેતરની ઘટનાઓને પગલે ઢાકામાં ભારતીય હાઈ કમિશન અને ચિટાગોંગ, રાજશાહી, સિલહેટ અને ખુલનામાં સહાયક હાઈ કમિશન ભારતીય નાગરિકોને સ્વદેશ પરત ફરવામાં મદદ કરી રહ્યા છે. હાઈ કમિશન અને આસિસ્ટન્ટ હાઈ કમિશન, સ્થાનિક અધિકારીઓની મદદથી, ભારતીય નાગરિકોને ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરવામાં મદદ કરી રહ્યા છે. વિદેશ મંત્રાલય નાગરિક ઉડ્ડયન, ઇમિગ્રેશન, લેન્ડ પોર્ટ અને BSF અધિકારીઓ સાથે પણ સંકલન કરી રહ્યું છે જેથી નાગરિકો માટે સરળ માર્ગ સુનિશ્ચિત થાય.
આ પણ વાંચો : મારી ફી માફ કરો નહીં તો.. : વિદ્યાર્થીએ આચાર્યને લખ્યો આવો પત્ર, જૂઓ આગળ શું લખ્યું
778 વિદ્યાર્થીઓ ભારત પરત ફર્યા
મંત્રાલયે વધુમાં જણાવ્યું કે અત્યાર સુધીમાં 778 ભારતીય વિદ્યાર્થીઓ વિવિધ લેન્ડ પોર્ટ દ્વારા ભારત પરત ફર્યા છે. આ ઉપરાંત, લગભગ 200 વિદ્યાર્થીઓ ઢાકા અને ચિત્તાગોંગ એરપોર્ટથી નિયમિત ફ્લાઇટ સેવાઓ દ્વારા ઘરે પરત ફર્યા છે. ઢાકામાં ભારતીય હાઈ કમિશન અને અમારા સહયોગી હાઈ કમિશન બાંગ્લાદેશની વિવિધ યુનિવર્સિટીઓમાં રહેતા 4000 થી વધુ વિદ્યાર્થીઓના નિયમિત સંપર્કમાં છે અને જરૂરી સહાય પૂરી પાડી રહ્યા છે. નેપાળ અને ભૂટાનના વિદ્યાર્થીઓને પણ ભારત આવવા માટે મદદ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : ‘બેડ ન્યૂઝ’ની શાનદાર ઓપનિંગ જોઈ વિકી કૌશલ ખુશ, જુઓ ફેન્સને શું કહ્યું ?