ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

રશિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે સેંકડો કેદીઓની અદલા-બદલી, UAEએ કરી મધ્યસ્થતા

Text To Speech
  • યુક્રેન દ્વારા 230 રશિયન કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હોવાનું અધિકારીઓનું કહેવું
  • રશિયાએ કિવમાંથી 248 સૈનિકોને પરત મોકલ્યા હોવાનો અધિકારીઓનો દાવો

નવી દિલ્હી, 4 જાન્યુઆરી : રશિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે સંયુક્ત આરબ અમીરાત(UAE)ની મધ્યસ્થીને પગલે બંને દેશો દ્વારા એકબીજાના કેદીઓને મુક્ત કરવામાં આવ્યા છે. યુક્રેનના અધિકારીઓનું કહેવું છે કે, “તેઓએ 230 રશિયન કેદીઓને મુક્ત કર્યા છે”, જ્યારે રશિયન અધિકારીઓએ દાવો કર્યો છે કે, “બુધવારે તેમણે કિવમાંથી 248 સૈનિકોને પરત મોકલવામાં આવ્યા હતા.” વધુમાં, યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકીએ માહિતી આપી હતી કે “અમારા 200થી વધુ સૈનિકો અને નાગરિકો રશિયન કેદમાંથી પાછા ફર્યા છે.”

 

યુક્રેન અને રશિયા વચ્ચે હજુ પણ યુદ્ધ ચાલુ છે. સતત હુમલાના સમાચાર આવી રહ્યા છે. ફેબ્રુઆરી 2022માં રશિયાના આક્રમણ બાદ બંને પક્ષોએ ડઝનેક એક્સચેન્જો કર્યા છે, જો કે, ગયા વર્ષે આ પ્રક્રિયા અટકાવવામાં આવી હતી. ત્યારે બંને દેશો દ્વારા અત્યાર સુધીના સૌથી મોટા કેદીઓના જુથને મુક્ત કરવામાં આવ્યું છે.

 

યુક્રેનના પ્રમુખ વોલોડીમિર ઝેલેન્સકીએ શું કહ્યું ?

યુક્રેનના પ્રમુખ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું કે, “અમારા 200થી વધુ સૈનિકો અને રશિયન નાગરિકોની આપ-લે કરવામાં આવી છે.” ઝેલેન્સકીએ પછીના સંદેશમાં એક્સચેન્જને સારા સમાચાર ગણાવતા કહ્યું કે, “એક્સચેન્જની પ્રક્રિયાને લાંબો સામે લાગ્યો, પરંતુ વાતચીત તો ચાલી જ રહી હતી .”

UAE દ્વારા કરવામાં આવી મધ્યસ્થી

આ મુદ્દે રશિયાના સંરક્ષણ મંત્રાલયે માહિતી આપી હતી કે, “248 સૈનિકો પરત ફર્યા છે. તમામ સૈનિકોને તપાસ માટે ડોક્ટર પાસે મોકલવામાં આવ્યા છે. આ મુદ્દે UAEએ કહ્યું છે કે, “આ ડીલ રશિયા અને યુક્રેન બંનેની મિત્રતા દર્શાવે છે.” જો આપણે જોઈએ તો બંને દેશો વચ્ચે હજુ પણ યુદ્ધ ચાલી રહ્યું છે.

આ પણ જુઓ :ઈરાનના કરમાન શહેરમાં જોરદાર બ્લાસ્ટ, 103ના મૃત્યુ,170 ઘાયલ

Back to top button