ટોપ ન્યૂઝવર્લ્ડ

યુક્રેનમાં સેંકડો હોસ્પિટલો ધ્વસ્ત, સૈનિકોના સારવારના અભાવે મોત

Text To Speech

કીવઃ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ રાષ્ટ્રને એક વીડિયો સંબોધન કર્યુ હતું. જેમાં તેમણે દેશના એવા ભાગોમાં દવાઓ અને તબીબી સુવિધાઓની તીવ્ર અછતનો ઉલ્લેખ કર્યો જે રશિયાના નિયંત્રણ હેઠળ છે.

ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે તે વિસ્તારોમાં કેન્સરના દર્દીઓ માટે સારવારની સુવિધાઓનો લગભગ સંપૂર્ણ અભાવ છે, જ્યારે ડાયાબિટીસના દર્દીઓ માટે ‘ઇન્સ્યુલિન’ કાં તો ઉપલબ્ધ નથી અથવા તે મેળવવું અત્યંત મુશ્કેલ છે. તેણે ‘એન્ટિબાયોટિક’ના પુરવઠામાં મોટી તંગી હોવાનો પણ દાવો કર્યો હતો.

ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે યુદ્ધ દરમિયાન રશિયન સૈન્યએ અત્યાર સુધીમાં યુક્રેન પર 2,014 મિસાઇલો છોડી છે, જ્યારે યુક્રેનિયન એરસ્પેસ પર રશિયન ફાઇટર જેટ ઉડ્યાની 2,682 ઘટનાઓ નોંધવામાં આવી છે.

યુક્રેનિયન રાષ્ટ્રપતિએ દાવો કર્યો હતો કે હોસ્પિટલો અને અન્ય તબીબી કેન્દ્રો સહિત દેશમાં લગભગ 400 માળખાં નાશ પામ્યા છે અથવા ભારે નુકસાન થયું છે.

રશિયા પર દબાણ લાવવાની અપીલ કરી
દરમિયાન યુક્રેનના એક અધિકારીએ વૈશ્વિક સમુદાયને વિનંતી કરી છે કે તે મારિયુપોલ શહેરમાંથી ઘાયલ નાગરિકો અને સૈનિકોને બહાર કાઢવા માટે રશિયા પર દબાણ કરવામાં આવે. ગુરૂવારે મેરીયુપોલના અજોવસ્ટલ સ્ટીલ પ્લાન્ટમાં ભારે તોપમારો થયો હતો. રશિયન સૈનિકોએ શહેરમાં પ્રતિકારના છેલ્લા સ્થાનને કબજે કરવા માટે પ્રયાસો કર્યા અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ બંદર પર સંપૂર્ણ નિયંત્રણ મેળવ્યું છે.

Back to top button