ટ્રેન્ડિંગવર્લ્ડ

VIDEO: બોટીંગ કરતી વખતે મધદરિયે યુવકને ગળી ગઈ વ્હેલ માછલી, બાદમાં જે થયું તે જોઈને હાથ જોડી લેશો

Text To Speech

Viral Video, 15 ફેબ્રુઆરી 2025: સોશિયલ મીડિયા પર આમ તો દરરોજ અવનવા વીડિયો વાયરલ થતાં હોય છે. જેને જોઈને તમને આંખો પર વિશ્વાસ નહીં આવે. આ દરમ્યાન એક હચમચાવી નાખતો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક હંપબક વ્હેલ પાણીમાં બોટિંગ કરતા શખ્સને ગળી જતાં જોઈ શકાય છે. પણ આગળ જે થયું તે જોઈને આપના પગ તળેથી જમીન સરકી જશે. વીડિયોમાં ચિલીના પેટાગોનિયાના એડ્રિયન સિમાંકાસ પાણીમાં બોટિંગ કરી રહ્યો હતો, ત્યારે એક હંપબૈક વ્હેલ ઝડપથી તેના તરફ આવે છે અને તેને ગળી જાય છે. આ આખી ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જે હવે ચર્ચામાં છે.

ચિલીના બાહિયા એલ એગુઈલામાંથી આ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં 24 વર્ષિય એડ્રિયન સિમાંકાસ બોટિંગ કરી રહ્યો હતો, ત્યારે એક વિશાળકાય હંપબૈક વ્હેલ પાસે આવે છે અને તેને ગળી જાય છે. પણ તે ચમત્કારિક રીતે બચીને બહાર નીકળી આવે છે. ઘટના શનિવારે ચિલીના સ્ટ્રેટ ઓફ મૈગલન પાસે સૈન ઈસિડ્રો લાઈટહાઉસની નજીક થઈ હતી.

વાયરલ થઈ રહ્યો વીડિયોમાં જોઈ શકાય છે કે વ્હેલ દ્વારા ગળી ગયા બાદ એડ્રિયન થોડી સેકન્ડ માટે પાણીમાં ડૂબાયેલો રહ્યો, પણ ટૂંક સમયમાં તેને અનુભવાયું કે તેનું લાઈફ જેકેટ તેને ઉપર તરફ ખેંચી રહ્યું છે, બાદમાં તે થોડી ક્ષણમાં ઉપરી આવી જાય છે. જેમ તેમ કરીને તે સુરક્ષિત કિનારા પર આવવામાં સફળ રહે છે અને ત્યારે જતાં તેણે રાહતનો શ્વાસ લીધો.

આ પણ વાંચો: વેલેન્ટાઈન ડે પર ગુજરાતની આ યુનિવર્સિટીએ અનોખો પ્રયોગ કર્યો, પુસ્તકોને પ્રેમ કરવા સમૂહ વાંચનનું આયોજન કર્યું

Back to top button