સ્વાતંત્ર્ય દિવસે દિલ્હીમાં દુર્ઘટનાઃ હુમાયુ મકબરાનો એક ભાગ ધરાશાયી, 5ના મૃત્યુ,10-12 લોકો દટાયા હોવાની આશંકા

નવી દિલ્હીઃ 15 ઓગસ્ટ, 2025: Humayun’s Tomb collapsed: સ્વતંત્રતા દિવસની ઉજવણી વચ્ચે, દેશની રાજધાની દિલ્હીથી એક મોટી દુર્ઘટનાના સમાચાર આવ્યા છે. મળતી માહિતી મુજબ, દિલ્હીના હુમાયુ મકબરાનો ગુંબજનો એક ભાગ ધરાશાયી થયો છે. આ દુર્ઘટનામાં 5 લોકોના મૃત્યુ નિપજ્યા છે, જેમાં ત્રણ મહિલા અને બે પુરૂષનો સમાવેશ થાય છે. આ સિવાય અનેક લોકો કાટમાળ નીચે દટાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માતની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ અને બચાવ ટીમને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. જ્યાં રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જોકે, મૃત્યુનો આંકડો હજુ વધી શકે છે.
10-12 લોકો દટાયા હોવાની આશંકા
હકીકતમાં પહેલા એવી જાણકારી મળી હતી કે, દુર્ઘટના હુમાયુ મકબરાની પાછળ સ્થિત દરગાહ પાસે સર્જાઈ હતી. જોકે, બાદમાં પુષ્ટિ થઈ કે, દુર્ઘટના દરગાહ પાસે નહીં પરંતુ હુમાયુ મકબરાએ સર્જાઈ છે. હુમાયુ મકબરાનો એક ભાગ ધરાશાયી થઈ ગયો છે, જેમાં 10 થી 12 લોકો દટાયા હોવાની આશંકા છે.
#WATCH | Delhi | Portion of the roof of a room at Dargah Sharif Patte Shah, located in the Nizamuddin area, collapses; Police and Fire Department personnel on the spot; Area cordoned off pic.twitter.com/dMAEcJrlQn
— ANI (@ANI) August 15, 2025
હુમાયુ મકબરાનો એક ભાગ ધરાશાયી
મળતી માહિતી મુજબ, શુક્રવારે (15 ઓગસ્ટ) દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તાર સ્થિત હુમાયુ મકબરાના ગુંબજનો એક ભાગ ધરાશાયી થયો હતો. જાણકારી મળતાની સાથે જ ફાયરની ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. અનેક લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. જોકે હજુ 8થી વધુ લોકો કાટમાળમાં ફસાયા હોવાની સંભાવના છે.
16મી સદીમાં બન્યો હતો મકબરો
નોંધનીય છે કે, આ સ્મારક 16મી સદીના મધ્યકાળમાં બનાવવામાં આવ્યો હતો. અનેક પ્રવાસીઓ આ મકબરો જોવા માટે આવે છે. આ અકસ્માતમાં મૃત્યુના સમાચાર પણ સામે આવી શકે છે. જોકે, હજુ સુધી જાનહાનિની પુષ્ટી નથી થઈ.
આ પણ વાંચોઃ વધુ એક વખત કોંગ્રેસનો પાકિસ્તાન પ્રેમ ઉજાગર થયોઃ એમપીના મંત્રીએ કર્યો ગંભીર આક્ષેપ
આ પણ વાંચોઃ PM મોદી અમદાવાદના નિકોલમાં જાહેરસભાને સંબોધશે, જાણો ગુજરાત પ્રવાસની વિગત












