કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતવિશેષસંવાદનો હેલ્લારો

ભૂજમાં માનવતા મહેંકીઃ જરૂરિયાતમંદોને ઠંડીથી બચાવવા ગરમ વસ્ત્રોનું વિતરણ

ભૂજ, 21 ડિસેમ્બર, 2024: ભૂજમાં માનવતા મહેંકી ઊઠી છે. કડકડતી ઠંડીમાં બહાર ખુલ્લામાં સૂવા મજબૂર એવા વંચિત અને નિરાશ્રિત લોકોને શહેરના કેટલાક સેવાભાવી મહાનુભાવો દ્વારા ગરમ વસ્ત્રોનું વિતરણ કરવામાં આવ્યું છે.

મળતા અહેવાલ મુજબ, તા. ૧૮/૧૨ /૨૦૨૪ની મધરાતે ભૂજ નવી જથ્થાબંધ શરાફ બજાર ગૌ સેવા સમિતિ દ્વારા વિવિધ દાતાઓના સહયોગથી ભૂજ શહેરની આસપાસની ફૂટપાથો વસવાટ કરતાં મોજે મસ્તરામોને સાથે સાધુઓને તેમજ શહેરની આસપાસના શ્રમજીવી ઝુંપડપટ્ટી વસાહતોમાં તથા રેલવે સ્ટેશન, ભૂજ બસ સ્ટેશન, માધાપર બસ સ્ટેશન અને કચ્છ જીલ્લાની મુખ્ય જી. કે. જનરલ અદાણી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ હોસ્પિટલના ઈમર્જન્સી વોર્ડ તથા હોસ્પિટલ ગ્રાઉન્ડમાં ઈમર્જન્સીમાં આવેલા સગાસંબંધીઓને કડકડતી હાડ થીજાવી દેતી ઠંડીથી બચાવવા ધાબડા, હાથ પગના ગરમ મોજાં સાથે ગરમ ટોપીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ભૂજ ગરમ વસ્ત્રો વિતરણ - HDNews
ભૂજ ગરમ વસ્ત્રો વિતરણ

આ સત્કર્મમાં સમિતિના અધ્યક્ષ સચિનભાઈ ગણાત્રા તથા સમિતિના અન્ય જીવદયાપ્રેમીઓ જયેશભાઈ ઠક્કર, (અબડાસા તેરા – બીટ્ટા વાળા), અલ્પેશભાઈ સોમૈયા, સૌમ્ય સોમૈયા, કિરણભાઈ ઠક્કર, ધ્રુવ ઠક્કર, ક્રીશા ઠક્કર, કિરણભાઈ રૂપારેલ, “સિનિયર સિટીઝન સમિતિ સ્તંભના શંભુભાઈ ઠક્કર, સિનિયર સિટીઝન અખંડાનંદી સેવા સેતુના નવીનભાઈ માહેશ્વરી, દિનેશભાઈ ઠક્કર, ગોપાલનાથ નાથબાવા (ગોપાલ ચીક્કી વાળા), વિરલભાઈ માહેશ્વરી, પરેશભાઈ માહેશ્વરી, અંકિતભાઈ માહેશ્વરી, વિરલભાઈ માહેશ્વરી, વિશાલભાઈ માહેશ્વરી, વિનેશભાઈ સચદે, સતીષભાઈ ગાંગાણી, વિશ્વજીતસિંહ વાળા, ભૂપેન્દ્ર વાળા, સમિતિ સૂક્ષ્મ સેવા રજકણના પંકજકુમાર વ્યાસ વગેરે મહાનુભાવોએ ભાગ લીધો હતો અને સકારાત્મક સક્રિય ઊર્જાથી સહકાર આપ્યો હતો.

જે જીવદયાપ્રેમી દાતાઓ આ સેવાકીય પ્રવૃત્તિમાં સહયોગ – દાન સમિતિના અધ્યક્ષ સચિનભાઈ ગણાત્રાનો +919825088096 નંબર ઉપર સંપર્ક કરી શકે છે તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં 2022થી 2024 સુધીમાં રેકોર્ડ બ્રેક અંદાજે 88 કરોડ ‘આધાર ઓથેન્ટિકેશન’ નોંધાયા

આ પણ વાંચોઃ ખેડૂતો માટે કામના સમાચાર, 2025 સીઝન માટે કોપરાના ન્યૂનતમ ટેકાના ભાવ થયા જાહેર

Look Back 2024 શ્રેણીના તમામ માહિતી સભર સમાચાર વાંચવા આ લિંક ઉપર ક્લિક કરો >>>

https://www.humdekhenge.in/lookback-2024/

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button