

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં આવેલા ગુજરાતમાં કબર ખોદીને તેમાં દાટવામાં આવેલી કિશોરી સાથે બળાત્કાર કરવાની ઘટના સામે આવી છે. કબરમાં કિશોરીનો મૃતદેહ દાટીને પરિવારજનો ઘરે ગયા હતા. ત્યારે બીજા દિવસે તે જગ્યાએ આવીને જોયું તો ત્યાં કબર ખોદેલી જોવા મળી હતી. આ જોતા જ તેમણે પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. ત્યારે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પાકિસ્તાનમાંથી અવારનવાર વિચિત્ર ઘટનાઓ વિશેના અહેવાલો આવતા રહે છે. જેને વાંચીને એવું લાગે કે માણસ આટલો નિર્દયી કેવી રીતે થઈ શકે કે એવું ફિલ થાય કે માણસ આટલી ઊતરતી કક્ષાનું કામ કેવી રીતે કરી શકે. ત્યારે પાકિસ્તાનના ગુજરાતમાં આવી જ એક ઘટના બની છે. જે જાણીને તમે પણ ચોંકી જશો. ગુજરાતમાં કેટલાક અજાણ્યાં લોકોએ કબર ખોદીને તેમાં દાટેલી કિશોરીની લાશ બહાર કાઢી તેની સાથે રેપ કર્યો છે. આ ઘટના 5મી મે એ બની હતી.
આ મામલે પાકિસ્તાન મુસ્લિમ લીગના ઉપમહાસચિવ અતાઉલ્લાહ તરારે 6 મેના દિવસે ટ્વીટ કરી જાણકારી આપી હતી કે 17 જેટલા શંકાસ્પદ લોકોની આ મામલે પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત વૈજ્ઞાનિક ઢબે પણ આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. આ મામલે મુખ્યમંત્રીએ રિપોર્ટ માગ્યો છે. આ ઉપરાંત ટ્વીટમાં લખ્યું હતું કે, જ્યાં સુધી અમે દોષિતોને જેલના સળિયા ના ગણાવી લઈએ ત્યાં સુધી અમે શાંતિથી બેસીશું નહીં.