અમદાવાદમાં રોગચાળાએ ભરડો લીધો, કનઝંક્ટીવાઈટીસની સાથે મચ્છરજન્ય રોગોમાં ભારે ઉછાળો
રાજ્યમાં એક તરફ કનઝંક્ટીવાઈટીસ હાહાકાર મચાવી રહ્યો છે. અનેક લોકો તેની ઝપેટમાં આવી રહ્યાછે બીજી તરફ વરસાદને કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોમાં પણ વધારો થઈ રહ્યો છે.ત્યારે જો અમદાવાદની વાત કરવામા આવે તો શહેરમાં કનઝંક્ટીવાઈટીસની સાથે સાથે મચ્છરજન્ય રોગચાળાએ માજા મુકી છે. પ્રાપ્ત વિગતો મુજબ સોલા સિવિલ ખાતે એક જ સપ્તાહમાં ડેન્ગ્યૂના કેસમાં ત્રણથી ચાર ગણો વધારો થયો છે.
અમદાવાદમાં મચ્છરજન્ય રોગોમાં વધારો
અમદાવાદમાં કન્જક્ટિવાઈટિસની સાથે સાથે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માજા મુકી છે. વરસાદી વાતાવરણ વચ્ચે મચ્છરજન્ય રોગચાળાના કેસમાં વધારો થયો છે. પ્રાપ્ત વિગતો મુજબ સોલા સિવિલ ખાતે એક જ સપ્તાહમાં ડેન્ગ્યૂના કેસમાં ત્રણથી ચાર ગણો વધારો થયો છે.ગત સપ્તાહે સોલા સિવિલમા 14 જેટલા કેસ હતા, જ્યારે અહીં છેલ્લા સપ્તાહમાં ડેન્ગ્યૂના 49 કેસ નોંધાયા છે, ત્યારે હવે જુલાઈમાં જ નવા કેસનો આંકડો 70ને પાર પહોંચી ગયો છે.
છેલ્લા સપ્તાહમાં ડેન્ગ્યૂના 49 કેસ નોંધાયા
આ અંગે સોલા સિવિલ હોસ્પિટલના ડો. પ્રદીપ પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે વરસાદી સિઝનમાં મચ્છરજન્ય રોગચાળાના કેસમાં વધારો થયો છે. છેલ્લા સપ્તાહમાં ડેન્ગ્યૂના 49 કેસ નોંધાયા છે, જેમાં 7 બાળકો છે. આ સાથે તાવ સહિતના કેસમાં પણ વધારો નોંધાય છે. અહીં મેલેરિયાના નવા 8 કેસ નોંધાયા છે.
આ પણ વાંચો : ગુજરાત પોલીસ વિભાગમાં 70 IPS અધિકારીઓની બદલી, જાણો કોને ક્યાં મૂકાયા ?
સ્વાઈન ફલૂ અને કોરોનાના નવા કેસ નહીં
મહત્વનું છે કે આ વખતે ચિકન ગુનિયાનો નવો કેસ આવ્યો નથી. તેમજ અહીં ઘણા સમયથી સ્વાઈન ફલૂ અને કોરોનાના નવા કેસ પણ આવ્યા નથી. જ્યારે અહીં ટાઈફોઈડ અને કમળાના પાંચ-પાંચ કેસ આવ્યા છે.
પુખ્ત વયના દર્દીમાં દાખલનું પ્રમાણ દસ ટકા
સોલા સિવિલમાં રોજની સરેરાશ ઓપીડી 1500 આસપાસ રહેતી હોય છે. જેમાંથીપીડિયાટ્રિક ઓપીડીમાં જે બાળકો નોંધાય છે તેમાં 25થી 27 ટકા જેટલા બાળકોને દાખલ કરવા પડતા હોય છે.ગત સપ્તાહે આ રેશિયો 32થી 35 ટકા હતો. પરંતુ હાલ આ પ્રમાણ અત્યારે ઘટ્યું છે. પુખ્ત વયના દર્દીની વાત કરવામા આવે તો પુખ્ત વયના દર્દીમાં દાખલનું પ્રમાણ દસ ટકા છે.
આ પણ વાંચો : અમદાવાદમાં કન્જક્ટીવાઈટીસના દર્દીઓ વધતા આઈડ્રોપ ખૂટી પડ્યા, સરકાર પાસે વધુ 50 હજાર આઇડ્રોપની કરાઈ માગણી