ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

વડોદરા લોકસભાના ઉમેદવાર રંજનબેનનો પ્રચંડ વિરોધ, વિવિધ બેનરો લાગ્યા

Text To Speech
  • કારેલીબાગ સંગમ ચાર રસ્તા નજીકની સોસાયટીઓના ઝાંપે બેનર લાગ્યા
  • મધરાત્રે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં બેનરો લાગ્યા
  • સત્તાના નશામાં ચૂર “ભાજપા”કોઈને પણ ઠોકી બેસાડશે: બેનરના શબ્દો

વડોદરા લોકસભાના ઉમેદવાર રંજનબેનનો પ્રચંડ વિરોધ શરૂ થયો છે. જેમાં કારેલીબાગ સંગમ ચાર રસ્તા નજીકની સોસાયટીઓના ઝાંપે બેનર લાગ્યા છે. મધરાત્રે બેનરો લાગ્યા છે. તેમાં બેનરોમાં રંજનબેન ભટ્ટ વિરુદ્ધનું લખાણ છે. તેમાં બેનરોથી લોકોમાં વિવિધ ચર્ચાઓ શરૂ થઇ છે.

આ પણ વાંચો: ગુજરાતના ખેડૂતો માટે ખુશીના સમાચાર, ગુજકોમાસોલ ચણા, તુવેર અને રાયડાની ખરીદી કરશે

મધરાત્રે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં બેનરો લાગ્યા

મધરાત્રે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં બેનરો લાગ્યા છે. જેમાં કારેલીબાગ વિસ્તારમાં આવેલ સોસાયટીઓના નાકા પર રંજનબેન વિરુદ્ધના બેનરોથી વિવિધ ચર્ચાઓ શરૂ થઇ છે. જેમાં ગાંધીપાર્ક, વલ્લભપાર્ક, જાગૃતિ, ઝવેરનગર, લલ્લુભાઈ પાર્ક અને સંગમ સોસાયટીની બહાર બેનરો જોવા મળ્યા છે. જેમાં બેનરો વ્હાઇટ બેગ્રાઉન્ડમાં કાળા અક્ષરોમાં ચિતરવામાં આવ્યા છે. જેમાં બેનરોમાં રંજનબેન ભટ્ટ વિરુદ્ધનું લખાણ છે. સોસાયટીઓ બહાર લગાવેલા બેનરોમાં જોવા મળ્યા જેમાં નીચે મુજબના લખાણો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં AMC બાજનજર માટે AIનો ઉપયોગ કરશે, આ નિયમોનો ભંગ કરશો તો થશે દંડ

સત્તાના નશામાં ચૂર “ભાજપા”કોઈને પણ ઠોકી બેસાડશે

સત્તાના નશામાં ચૂર “ભાજપા”કોઈને પણ ઠોકી બેસાડશે વડોદરાની જનતાની નિ:સહાય, કેમકે જનતા મોદી પ્રિય છે. મોદી તુજસે વેર નહી રંજન તેરી ખેર નહીં. વડોદરાને વિકાસ ક્યાં ગયો, કોના ઘરમાં કે ગજવામાં ? જનતા માગે છે તપાસ. પ્રથમ પાંચ વર્ષ ત્રીકમ, બીજા પાંચ વર્ષ પાવડો અને હવે શું જેસીબી ? ના બેનરો લાગ્યા છે.

Back to top button