ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં જોરદાર ઉછાળો: 670 બિલિયન ડૉલરના રેકોર્ડ સ્તરે પહોંચ્યું
- દેશના સોનાના ભંડારમાં $1.33 બિલિયનનો વધારો થયો અને તે $59.99 બિલિયન પર નોંધાયો
🚨 India’s forex reserves jumps $4 billion to $670.85 billion for the week ended July 19. (RBI)
— Indian Tech & Infra (@IndianTechGuide) July 26, 2024
સોનાના ભંડારમાં પણ વધારો
રિઝર્વ બેંકના સોનાના ભંડારમાં વધારો કરવાના સતત પ્રયાસો વચ્ચે, દેશના સોનાના ભંડારમાં $1.33 બિલિયનનો વધારો થયો અને તે $59.99 બિલિયન નોંધાયો. SDR $95 મિલિયન વધીને $18.21 બિલિયન થયું છે. જ્યારે, IMF પાસે અનામત $4.61 બિલિયન પર સ્થિર છે. અગાઉ, 12 જુલાઈના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં $9.7 બિલિયનનો જબરદસ્ત વધારો થયો હતો. 5 જુલાઈના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં $5.16 અબજનો વધારો થયો હતો.
સતત ત્રણ અઠવાડિયાથી વૃદ્ધિ
આમ, ત્રણ સપ્તાહમાં દેશના ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં 18.86 અબજ ડૉલરનો વધારો થયો છે. ફોરેન એક્સચેન્જ રિઝર્વ એ દેશના અર્થતંત્રનું મહત્ત્વનું સૂચક છે. RBI પાસે પર્યાપ્ત વિદેશી હૂંડિયામણ ઉપલબ્ધ હોવાથી, જો જરૂર પડે તો તે રૂપિયાને ટેકો આપી શકે છે. આ ઉપરાંત, વિદેશી લોનના હપ્તા ભરવા અને આયાતમાં વધારો કરવો સરળ છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)માં ભારતની અનામત થાપણો સમીક્ષા હેઠળના સપ્તાહમાં $4.61 બિલિયન પર યથાવત છે.
આ પણ જૂઓ: PM આજે નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની કરશે અધ્યક્ષતા, ઘણા મુખ્યમંત્રીઓ રહેશે હાજર