વર્લ્ડ

હોંગકોંગમાં 42 માળની બિલ્ડિંગમાં ભીષણ આગ, 9 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ

Text To Speech

હોંગકોંગમાં નિર્માણાધીન 42 માળની ઈમારતમાં મોટી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગે આખી બિલ્ડિંગને ઝપેટમાં લઈ લીધી હતી. જેન 9 કલાકની ભારે જહેમત બાદ કાબુમા લેવામાં આવી હતી. સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનીના અહેવાલ નથી.

હોંગકોંગમાં 42 માળની બિલ્ડિંગમાં આગ

હોંગકોંગના સિમ શા સુઈ જિલ્લામાં એક 42 માળની બિલ્ડિંગમાં ભીષણ આગની ઘટના બની હતી. આગ લાગવાથી મોટી ઈમારત જ્વાળાઓમાં લપેટાયેલી ગઈ હતી. અને દુર દુર સુધી આ આગની જ્વાળાઓ દેખાઈ રહી હતી. આ ઘટનાને પગલે બિલ્ડિંગની આસપાસ લોકોની ભીડ એકઠી થઈ હતી. અને ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરાતા ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આ આગ એટલી ભીષણ હતી કે તેને 9 કલાકની ભારે જહેમત બાદ કાબુમાં લેવામાં આવી હતી.

હોંગકોંગની બિલ્ડિંગમાં આગ-humdekhengenews

ઘટનામાં 170 લોકોનો બચાવ

કહેવામાં આવી રહ્યું છે કે આગ લાગી હતી તે બિલ્ડિંગનું નિર્માણ ચાલી રહ્યું હતું. અને આ ઘટના સમયે બિલ્ડિંગમાં 170 લોકો હાજર હતા જેમને બચાવી લેવામાં આવ્યા હતા. જો કે આ આગ લાગવા પાછળનું કારણ હજુ જાણી શકાયું નથી.

આ ઘટનાનો વીડિયો આવ્યો સામે

આ બિલ્ડિંગમાં લાગેલી ભીષણ આગની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. જેમાં જોઈ શકાય છે કે આ મોટી ઈમારત જ્વાળાઓમાં લપેટાયેલી ગઈ છે. નિર્માણાધીન ઈમારતની અંદરથી વિસ્ફોટના અવાજો પણ આવી રહ્યા છે.

આ પણ વાંચો : શિક્ષણના ધામમાં અંધશ્રદ્ધાનો પાઠ! ભૂવાએ 140 વિદ્યાર્થિનીઓ પર કરી વિધિ, જાણો શું છે સમગ્ર ઘટના

Back to top button