ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

બાંગ્લાદેશઃ કન્ટેનર ડેપો બન્યું કબ્રસ્તાન, ભીષણ આગમાં 40થી વધુના મોત

Text To Speech

દક્ષિણ-પૂર્વ બાંગ્લાદેશમાં એક ખાનગી કન્ટેનર ડેપોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેના કારણે 40થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 500થી વધુ લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ આ જાણકારી આપતા જણાવ્યું હતું કે, આ ઘટના શનિવારે રાત્રે બની હતી. ચિટગોંગથી 40 કિમી દૂર સીતાકુંડમાં એક કન્ટેનરમાં આગ લાગી હતી. ફાયર સર્વિસ ઓફિસર ફારૂક હુસૈન શિકદારે જણાવ્યું હતું કે અગ્નિશામકો હજુ પણ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.

મૃત્યુઆંક વધવાની શક્યતા
સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે નજીકના ઘરોની બારીઓના કાચ તૂટી ગયા હતા. સિવિલ સર્જન મોહમ્મદ ઇલ્યાસ હુસૈને જણાવ્યું હતું કે વિસ્ફોટમાં મૃત્યુઆંક વધી શકે છે કારણકે કેટલાક ઘાયલોની હાલત ગંભીર છે. તેમણે કહ્યું કે ઘાયલોમાં પોલીસકર્મીઓ પણ સામેલ છે. તેમણે જિલ્લાના તમામ તબીબોને પરિસ્થિતિનો સામનો કરવામાં મદદ કરવા વિનંતી કરી અને તાત્કાલિક રક્તદાન માટે હાકલ કરી છે.

આગ લાગવાનું કારણ અકબંધ
આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી. ફાયર સર્વિસના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમને શંકા છે કે આગ હાઇડ્રોજન પેરોક્સાઇડના કન્ટેનરમાંથી શરૂ થઈ હશે અને ટૂંક સમયમાં અન્ય કન્ટેનરમાં ફેલાઈ ગઈ હશે. તમને જણાવી દઈએ કે, 2020માં પણ ચિટગોંગના પટેંગા વિસ્તારમાં એક કન્ટેનર ડેપોમાં તેલની ટાંકીમાં વિસ્ફોટ થયો હતો, જેમાં ત્રણ લોકોના મોત થયા હતા.

ડેઈલી સ્ટારે અહેવાલના મુજબ ડેપોમાં લાગેલી આગ અને ત્યારપછીના વિસ્ફોટોમાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા હતા, જ્યારે પોલીસ સહિત સેંકડો લોકો ઘાયલ થયા હતા. ઢાકા ટ્રિબ્યુને રેડ ક્રેસન્ટ યુથ ચિટગોંગના આરોગ્ય અને સેવા વિભાગના વડા ઇસ્તાકુલ ઇસ્લામને ટાંકીને જણાવ્યું હતું કે, “આ ઘટનામાં 450થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાંથી ઓછામાં ઓછા 350 CMCHમાં છે.” “અન્ય હોસ્પિટલોમાં મૃત્યુઆંક વધુ હોઈ શકે છે,” .

ફાયર સર્વિસના સૂત્રોના જણાવ્યા અનુસાર ઘટના દરમિયાન તેમના ત્રણ કર્મચારીઓના પણ મોત થયા હતા. જો કે, મૃતકોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી.

Back to top button