અમેરિકામાં પ્રચંડ વિસ્ફોટથી ઘર ઉડ્યું, શંકાસ્પદ વ્યક્તિનું પોલીસ પર ફ્લેર ગનથી ફાયરિંગ
- અમેરિકામાં ગોળીબારની ઘટનાઓમાં દિન-પ્રતિદિન વધારો થયો
- વોશિંગ્ટન ડીસીના આર્લિંગ્ટનમાં ગોળીબાર બાદ ઘરમાં થયો વિસ્ફોટ
વોશિંગ્ટન, 5 ડિસેમ્બર : અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. ત્યારે વોશિંગ્ટન ડીસીના આર્લિંગ્ટનમાં વધુ એક ગોળીબારની ઘટના બની છે. જેમાં ગોળીબાર થયાં બાદ ઘરમાં મોટો વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં એક ઘર બળીને રાખ થઈ ગયું હતું. જ્યારે વિસ્ફોટ થયો ત્યારે પોલીસ સર્ચ વોરંટ ચલાવી રહી હતી. આર્લિંગ્ટન, વર્જિનિયામાં પોલીસે જણાવ્યું હતું કે ઘરની અંદર એક વ્યક્તિએ અધિકારીઓ પર ગોળીબાર કર્યો જેણે સર્ચ વોરંટ ચલાવવા માટે ઘરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો.
BREAKING
House in Arlington, Virginia, explodes as police attempt to execute search warrant. pic.twitter.com/JfB6ZWHKBY
— Insider Corner (@insiderscorner) December 5, 2023
પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટના બ્લુમાઉન્ટમાં એન. બર્લિંગસ્ટ્રીટના બ્લોકમાં બની હતી. અધિકારીઓ નિવાસસ્થાન પર સર્ચ વોરંટ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે એક શંકાસ્પદ વ્યક્તિએ ઘરની અંદર અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેના કારણે વિસ્ફોટ થયો હતો.
ઘટનામાં પોલીસ અધિકારી થયા ઘાયલ
સ્થાનિક મીડિયા અનુસાર, શંકાસ્પદ વ્યક્તિએ ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા પોલીસ અધિકારી પર પણ ગોળીબાર કર્યો હતો. સોમવારે થયેલા વિસ્ફોટ બાદ કોઈને ઈજા થઈ હોવાની માહિતી હજુ સુધી મળી નથી. ઘટના પર હાજર પોલીસ અધિકારીને સામાન્ય ઈજા થઈ છે. લોકોએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે વિસ્ફોટ દરમિયાન તેમનું ઘર ધ્રૂજવા લાગ્યું.
બ્લાસ્ટનો અવાજ સાંભળીને પોલીસ ઘટનાસ્થળે પહોંચી
સ્થાનિક નાગરિકના જણાવ્યું મુજબ, તે બે માઈલ દૂરથી વિસ્ફોટનો અવાજ સાંભળીને સ્થળ પર પહોંચી ગયો હતો. જ્યારે પોલીસે જણાવ્યું કે, વિસ્ફોટના સમાચાર મળતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. દુર્ઘટના બાદ તરત જ પોલીસે નજીકના કેટલાક મકાનો ખાલી કરાવ્યા હતા અને લોકોને સલામત સ્થળે આશરો લેવા કહ્યું હતું.
સરકારી વહીવટીતંત્ર પણ શૂટિંગની ઘટનાઓથી ચિંતિત
ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં અનેક પ્રતિબંધો છતાં ગોળીબારની ઘટનાઓ અટકી રહી નથી. પોલીસ અને પ્રશાસન દ્વારા આવી ઘટનાઓને રોકવા માટે ઘણી વખત કડક કાર્યવાહી કરવામાં આવી છે. પરંતુ અમેરિકન શહેરોમાં ગોળીબારની ઘટનાઓ પર અંકુશ આવ્યો નથી. બિડેન વહીવટીતંત્ર પણ આવી વારંવારની ઘટનાઓથી ચિંતિત છે.
આ પણ જુઓ :બ્રિટનમાં ઇમિગ્રન્ટ્સની સંખ્યા નિયંત્રણમાં રાખવા સરકાર પગલાં લેશે