મહાશિવરાત્રિ પહેલા મહાકુંભમાં ભીડ ઉમટી, 25 કિમી લાંબો ટ્રાફિક જામ થયો, પ્રશાસને કરી આવી વ્યવસ્થા


પ્રયાગરાજ, 23 ફેબ્રુઆરી 2025: પ્રયાગરાજ મહાકુંભમાં 26 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિના અવસર પર અંતિમ પવિત્ર સ્નાન થવાનું છે. આ અવસર પર સંગમમાં ડુબકી લગાવવા માટે શ્રદ્દાળુઓની ભારે ભીડ ઉમટી રહી છે. 23 ફેબ્રુઆરીના રોજ મેળાનો અંતિમ વીકેન્ડ હોવાથી રવિવારે પણ લાખો શ્રદ્ધાળુઓ સંગમમાં સ્નાન માટે પહોંચ્યા. જેનાથી વાહનવ્યવહાર પ્રભાવિત થયો.
25 કિલો લાંબો ટ્રાફિક જામ
મહાકુંભમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પોતાના વાહનો લઈને આવી રહ્યા છે. જેના કારણે હાઈવ પર લગભગ 25 કિમી લાંબો ટ્રાફિક જામ લાગી ગયો છે. આ ભીષણ જામના કારણે મહિલાઓ, વૃદ્ધો અને બાળકોને ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.
પોલીસ પ્રશાસન સતર્ક, ડ્રોન દ્વારા દેખરેખ
પોલીસ વહીવટીતંત્ર શ્રદ્ધાળુઓની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાપન માટે સંપૂર્ણપણે તૈયાર છે. પ્રયાગરાજ ઝોનના આઈજી પ્રેમ ગૌતમ, એસપી બ્રિજેશ કુમાર શ્રીવાસ્તવ અને એએસપી રાજેશ સિંહના નેતૃત્વમાં મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યા છે. ટ્રાફિક નિયંત્રણ અને સુરક્ષા દેખરેખ માટે પણ ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ડાયવર્ઝન યોજના અમલમાં મુકાઈ, પાર્કિંગ સુવિધા સુનિશ્ચિત કરાઈ
ભારે ભીડને કાબુમાં લેવા માટે, વહીવટીતંત્રે ટ્રાફિક ડાયવર્ઝન લાગુ કર્યું છે. બધા વાહનો કોખરાજ બાયપાસથી ફાફામઉ બેલા તરફ વાળવામાં આવશે.
આ પણ વાંચો: ભારત-પાકિસ્તાનની મેચ પહેલા મહાકુંભમાં વિશેષ આરતી, ટીમ ઈંડિયાની જીત માટે પૂજા થઈ