ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

ODI વર્લ્ડ કપ 2023નો લોકોમાં જોરદાર ક્રેઝ, ટિકિટ વેચાણના પહેલા જ દિવસે વેબસાઇટ અને App ક્રેશ થઈ

  • ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ 2023નો જોરદાર ક્રેઝ
  • ODI વર્લ્ડ કપ 2023ની ટિકિટોનું વેચાણ ગઈકાલથી શરૂ
  • સત્તાવાર વેબસાઇટ અને એપ્લિકેશન 35 મિનિટ સુધી ક્રેશ થઇ હતી

ભારતની ભૂમિ પર 5 ઓક્ટોબરથી વન ડે વર્લ્ડકપનો પ્રારંભ થઈ રહ્યો છે. આ વખતે વર્લ્ડ કપમાં 10 ટીમો ભાગ લઈ રહી છે. ક્રિકેટ મહાકુંભ માટે તમામ ટીમો ખૂબ જ ઉત્સાહિત છે. આ ટૂર્નામેન્ટ 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે. ટીમ ઇન્ડિયા પોતાની પહેલી મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે. જ્યાં બીજી તરફ ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ 2023નો લોકોમાં જોરદાર ક્રેઝ જોવા મળી રહ્યો છે.

વર્લ્ડ કપ 2023નો લોકોમાં જોરદાર ક્રેઝ
પ્રાપ્ત વિગતો અનુસાર,ODI વર્લ્ડ કપ 2023નો લોકોમાં જોરદાર ક્રેઝ જોવા મળી રહ્યો છે.આ દરમિયાન ODI વર્લ્ડ કપ 2023ની ટિકિટોનું વેચાણ ગઈકાલ એટલે કે શુક્રવાર 25 ઓગસ્ટથી શરૂ થઈ ગયું છે. પ્રથમ દિવસે બિન-ભારતીય મેચની ટિકિટનું વેચાણ થયું હતું, પરંતુ આ દરમિયાન ચાહકોનો એટલો ધસારો હતો કે, સત્તાવાર વેબસાઇટ અને એપ્લિકેશન લગભગ 35 થી 40 મિનિટ સુધી ક્રેશ થઈ ગઈ હતી. જેના કારણે રમતપ્રેમીઓને ટિકિટ બુક કરાવવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મહત્વનું છે કે,ગુવાહાટી અને તિરુવનંતપુરમમાં ભારતની પ્રેક્ટિસ મેચની ટિકિટ 30 ઓગસ્ટથી ખરીદી શકાશે.એક દિવસ પછી, ચેન્નાઈ, દિલ્હીઅને પૂણેમાં ભારતની મેચો માટે ટિકિટો ખોલવામાં આવશે.

વર્લ્ડ કપની ટિકિટોનું વેચાણ મોડું શરૂ થયું
મહત્વનું છે કે, આ વર્ષે વર્લ્ડ કપની ટિકિટોનું વેચાણ ખૂબ મોડું શરૂ થયું છે અને પહેલા જ દિવસે વેચાણ એવી મેચોનું હતું જેમાં ભારત નથી રમી રહ્યું. જોકે પ્રક્રિયા સ્થાનિક સમય મુજબ રાત્રે 8 વાગ્યે શરૂ થઈ અને તરત જ ચાહકોએ ‘બુક માય શો’ એપ ક્રેશ થવાની ફરિયાદ કરી.આ એપ 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા વર્લ્ડ કપ માટે ટિકિટિંગ પાર્ટનર છે. મહત્વનું છે કે,એકવાર ટિકિટ બુક થઈ જાય પછી ચાહકોને તેને કુરિયર દ્વારા પ્રાપ્ત કરવાનો અથવા નિર્ધારિત સ્થાન પર તેને ઉપાડવાનો વિકલ્પ આપવામાં આવશે. જે લોકો તેમની ટિકિટ કુરિયર સુવિધા દ્વારા મેળવવા માગે છે તેમણે 140 રૂપિયા વધારાના ચૂકવવા પડશે.જેઓ નિર્ધારિત મેચના 72 કલાક પહેલા ટિકિટ ખરીદે છે તેમના માટે કુરિયર વિકલ્પો લાગુ થશે. બીસીસીઆઈએ માહિતી આપી હતી કે ઈ-ટિકિટની સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં.

આ પણ વાંચો : ‘તે નાની સિદ્ધિ નથી’, PM મોદીએ ચેસ વર્લ્ડ કપના રનર-અપ પ્રજ્ઞાનંદને અભિનંદન પાઠવ્યા

Back to top button