ફાઈટર માટે ઋત્વિક રોશનનું ટ્રાન્સફોર્મેશનઃ ટ્રેનરે ખોલ્યા સિક્રેટ્સ
- સેલિબ્રિટી ફિટનેસ ઈન્સ્ટ્રક્ટર ક્રિસ ગ્રેથિન કહે છે કે દરેક વ્યક્તિને સફળતા દેખાય છે, પરંતુ આ દરમિયાન કોઈ વ્યક્તિએ અનેક ચડાવ ઉતારમાંથી પસાર થવું પડે છે. ઋત્વિકે પણ આ માટે ખૂબ જ મહેનત કરી છે, અનેક તૈયારીઓ કરી છે.
ઋત્વિક રોશન ફિલ્મ ફાઈટર સાથે થિયેટર્સમા તહેલકો મચાવવા તૈયાર છે. આ ફિલ્મમાં તે ફાઈટર પાયલટનું પાત્ર ભજવતો જોવા મળશે. પોતાના આ દમદાર પાત્રને નિભાવવા માટે ઋત્વિક રોશને ખૂબ ટ્રેનિંગ લીધી છે. આ સાથે તેણે પાતાના વર્કઆઉટ અને ડાયટ પર પણ ખાસ ધ્યાન આપ્યું છે. તેના ટ્રેનર અને સેલિબ્રિટી ફિટનેસ ઈન્સ્ટ્રક્ટર ક્રિસ ગેથિને અભિનેતા સાથે સંકળાયેલા અનેક સિક્રેટ્સ ખોલ્યા છે.
ક્રિસ ગ્રેથિન કહે છે કે દરેક વ્યક્તિને સફળતા દેખાય છે, પરંતુ આ દરમિયાન કોઈ વ્યક્તિએ અનેક ચડાવ ઉતારમાંથી પસાર થવું પડે છે. ઋત્વિકે પણ આ માટે ખૂબ જ મહેનત કરી છે, અનેક તૈયારીઓ કરી છે. કેટલાક લોકો કહે છે કે આ તેના જિનેટિક્સની દેણ છે, પરંતુ ના તેવું હોતું નથી. દરેક વ્યક્તિએ ખૂબ મહેનત કરવી પડે છે અને ઋત્વિક ખૂબ જ ફોકસ્ડ છે. તે દરેક વસ્તુને ગંભીરતાથી ફોલો કરે છે.
View this post on Instagram
ઋત્વિક કેવી રીતે કરે છે વર્કઆઉટ
ઋત્વિક સવારે પાંચ-છ વાગ્યે નાસ્તો કરીને 45 મિનિટ બાદ જિમમાં જાય છે. વર્કઆઉટમાં માત્ર એકાદ કલાકનો સમય જાય છે. આ વર્કઆઉટ ખૂબ ઈન્ટેન્સ અને અઘરું હોય છે. તેની સ્લીપ શિડ્યુઅલ પ્રમાણે અઠવાડિયામાં પાંચ દિવસ વેઈટ ટ્રેનિંગ હોય છે. તે દિવસમાં છ થી સાત વાર કંઈક ને કંઈક ખાય છે. જોકે તે હંમેશા એટલી વખત ખાઈ શકતો નથી, તો તે શેકના રૂપે આ વસ્તુઓ લે છે. અમે વ્હોલ ફુડ ખાવાની કોશિશ કરીએ છીએ. જમવામાં તે વ્હાઈટ એગ, ચિકન પ્રોટીન, ફિશની સાથે સાથે કોમ્પ્લેક્સ કાર્બ્સ જેમકે ઓટ્સ, કિનુઆ, ભાત લે છે. તે રાતે નવ વાગ્યે સુઈને સવારે વહેલા જાગી જતો હતો. ફાઈટર ફિલ્મ માટે આ બોડી બનાવવા તેણે ઈન્ટેન્સ વર્કઆઉટ અને ડાયટના નિયમોને ફોલો કર્યા હતા.
આ પણ વાંચોઃ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગની જામનગરમાં તૈયારીઓ, ફંક્શનનું કાર્ડ વાયરલ