ટ્રેન્ડિંગમનોરંજન

ઋત્વિક રોશનની એક્સ વાઈફ સુઝાન અને ગર્લફ્રેન્ડ સબા પાક્કી ફ્રેન્ડ, જોઈ લો તસવીર

Text To Speech
  • શું તમે જાણો છો કે ઋત્વિક રોશનની એક્સ વાઈફ અને ગર્લફ્રેન્ડ વચ્ચે ખૂબ જ સારી મિત્રતા છે. હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી બંનેની તસવીર એ વાતનો પુરાવો આપી રહી

1 એપ્રિલ, મુંબઈઃ બોલિવૂડ અભિનેતા ઋત્વિક રોશન અને તેની એક્સ વાઈફ સુઝાન ખાનને આપણે ઘણીવાર સાથે જોતા હોઈએ છીએ. છૂટાછેડા પછી પણ કપલ વચ્ચે સારી મિત્રતા જોવા મળે છે. બંને ઘણી વખત પાર્ટી કરતા પણ જોવા મળે છે. હાલમાં ઋત્વિકને ગર્લફ્રેન્ડ પણ છે, સબા આઝાદ. સબા તેના પરિવારની અંગત પાર્ટીઓમાં પણ જોવા મળી છે, પરંતુ શું તમે જાણો છો કે ઋત્વિક રોશનની એક્સ વાઈફ અને ગર્લફ્રેન્ડ વચ્ચે ખૂબ જ સારી મિત્રતા છે. હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી બંનેની તસવીર એ વાતનો પુરાવો આપી રહી છે કે સુઝાન ખાન અને સબા આઝાદ વચ્ચે ગાઢ મિત્રતા છે.

સુઝાન અને સબા છે પાક્કી બહેનપણીઓ

તાજેતરમાં જ ઋત્વિક રોશન અને સુઝાન ખાને તેમના મોટા પુત્ર ઋહાન રોશનનો 18મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ ખાસ અવસર પર સબા આઝાદ પણ ત્યાં હાજર હતી. સુઝાને તેના ઇન્સ્ટા પર દિકરાના જન્મદિવસની ઉજવણીની કેટલીક તસવીરો પણ શેર કરી છે, જેમાંથી એક તસવીર ખૂબ જ ધ્યાન આકર્ષિત કરી રહી છે. આ તસવીર સુઝાન અને સબાની છે, જેમાં બંને એકબીજાને ગળે લગાવતા જોવા મળે છે. આ તસવીર તેમની વચ્ચેના બોન્ડિંગને દર્શાવે છે.

ઋત્વિક રોશનની EX વાઈફ સુઝાન અને ગર્લફ્રેન્ડ સબા પાક્કી ફ્રેન્ડ, જોઈ લો તસવીર hum dekhenge news

સુઝાને સબા માટે લખી આ વાત

સુઝાને સબા સાથેની તસવીર શેર કરતા લખ્યું છે કે, બધાજ પ્રેમ અને સનશાઈન માટે આભાર ડાર્લિંગ સાબૂ. સુઝાન તેના એક્સ હસબન્ડની ગર્લફ્રેન્ડને પ્રેમથી ડાર્લિંગ કહે છે. સબાએ પોતાના એકાઉન્ટ પર સુઝાનની તસવીરને રિપોસ્ટ કરતા લખ્યું છે કે, ‘અત્યાર સુધીના સૌથી શ્રેષ્ઠ સમય માટે મારી સુઝને થેંક્યૂ.’ બંનેની પોસ્ટ પરથી એ તો સ્પષ્ટ દેખાય છે કે તેમની વચ્ચે કેટલી સારી મિત્રતા છે. બંને એકબીજા સાથે ખૂબ જ સારું બોન્ડ શેર કરે છે.

સુઝાન અને ઋત્વિક હજુ પણ દેખાય છે સાથે

ભલે ઋત્વિક અને સુઝાને ડિવોર્સ લઈ લીધા હોય, પરંતુબંને એકબીજાની કાળજી રાખે છે. છૂટાછેડા પછી બંને એકબીજાને સપોર્ટ કરતા જોવા મળે છે. હવે બંનેએ એકબીજાની ડેટને પણ લીલી ઝંડી આપી છે. એટલે જ તો ચારેય ઘણીવાર સાથે પાર્ટી કરતા જોવા મળે છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં કોરોના પાછા આવ્યો, 42 એક્ટિવ કેસ સામે આવ્યા

Back to top button