ક્રિશ 4 ફિલ્મથી ઋતિક રોશનનું ડિરેક્ટોરિયલ ડેબ્યૂ, કોની સાથે હાથ મિલાવ્યો?

- ક્રિશ 4 ફિલ્મથી ઋતિક રોશનનું ડિરેક્ટોરિયલ ડેબ્યૂ થશે તે માટે પિતા રાકેશ રોશને ખૂબ જ શુભેચ્છાઓ પાઠવી છે અને તેની ડેબ્યુ ફિલ્મને યાદ કરી છે
HD ન્યુઝ ડેસ્કઃ ચાહકો લાંબા સમયથી ઋતિક રોશનને સુપરહીરો અવતારમાં જોવા માટે ઉત્સુક હતા અને હવે આ ઈંતેઝારનો અંત આવવાનો છે. ભારતની સૌથી લોકપ્રિય સુપરહીરો ફ્રેન્ચાઇઝ ફિલ્મ ‘ક્રિશ’ ના ચોથા ભાગની જાહેરાત કરવામાં આવી છે. રાકેશ રોશને ‘ક્રિશ 4’ ની જાહેરાત કરી છે. એટલું જ નહીં ઋતિક રોશન આ ફિલ્મથી દિગ્દર્શક તરીકે ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મમાં ઋતિક સુપરહીરોની ભૂમિકા તો ભજવશે જ, પરંતુ ફિલ્મનું દિગ્દર્શન પણ કરશે. આ ફિલ્મ ખાસ એટલા માટે પણ હશે કેમકે ક્રિશ 4 ફિલ્મથી ઋતિક રોશનનું ડિરેક્ટોરિયલ ડેબ્યૂ થશે.
રાકેશ રોશને ‘ક્રિશ 4’ ની જાહેરાત કરી
‘ક્રિશ 4’નું દિગ્દર્શન ઋત્વિક રોશન કરશે અને તેના પિતા રાકેશ રોશન અને યશ રાજ ફિલ્મ્સ સંયુક્ત રીતે તેનું નિર્માણ કરશે. રાકેશ રોશને 28 માર્ચે સોશિયલ મીડિયા પર એક મોટી અપડેટ શેર કરીને ફિલ્મની જાહેરાત કરી હતી. ઈન્સ્ટાગ્રામ પર દીકરા ઋતિક સાથેની પોતાની એક તસવીર શેર કરતા તેમણે લખ્યું હતુ કે “ડુગ્ગુ (ઋતિકનું ઉપનામ) 25 વર્ષ પહેલા મેં તને એક અભિનેતા તરીકે લોન્ચ કર્યો હતો અને આજે ફરી 25 વર્ષ પછી હું આદિત્ય ચોપરા સાથે મળીને અમારી સૌથી મહત્વાકાંક્ષી ફિલ્મ ‘ક્રિશ 4’ શ્રેણીને આગળ વધારવા માટે દિગ્દર્શક તરીકે લોન્ચ કરવા જઈ રહ્યો છું. શુભેચ્છાઓ અને આશીર્વાદ સાથે, આ નવા અવતારમાં તરી સફળતા માટે ઘણી બધી શુભકામનાઓ!
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં ઋતિક 12 વર્ષ પછી સુપરહીરોના અવતારમાં સ્ક્રીન પર જોવા મળશે. તેની છેલ્લી ફિલ્મ ક્રિશ 3 વર્ષ 2013માં રિલીઝ થઈ હતી. અહેવાલો અનુસાર ક્રિશ 4 વર્ષ 2026 સુધીમાં ફ્લોર પર આવશે.
‘ક્રિશ’ ફ્રેન્ચાઇઝી ફિલ્મો સુપર-ડુપર હિટ રહી હતી
ઉલ્લેખનીય છે કે, ‘ક્રિશ’ દેશની સૌથી મોટી સુપરહીરો ફ્રેન્ચાઈઝ ફિલ્મ બની ગઈ છે. તેની શરૂઆત 2003 માં આવેલી ફિલ્મ ‘કોઈ મિલ ગયા’થી થઈ હતી. ત્યારબાદ ‘ક્રિશ’ 2006માં અને ‘ક્રિશ 3’ 2013માં રિલીઝ થઈ. ત્રણેય ફિલ્મો બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર રહી હતી, જેમાં ઋતિક રોશન મુખ્ય ભૂમિકામાં હતો.
આ પણ વાંચોઃ દિલ ખોલીને હસી અંબાણીની લાડકી વહુ, રાધિકા મર્ચન્ટના બોસ લેડી લુકના લોકો થયા દિવાના