ઋત્વિકનું ગજબનું ટ્રાન્સફોર્મેશનઃ માત્ર પાંચ અઠવાડિયામાં બનાવી બોડી
- ઋત્વિક રોશન હાલમાં ફિલ્મ વોરનું શૂટિંગ કરી રહ્યો છે. તેણે બે તસ્વીરો શેર કરીને પોતાનું ટ્રાન્સફોર્મેશન બતાવ્યુ છે. ઋત્વિકે ફિલ્મ માટે આ મહેનત કરી છે.
ઋત્વિક રોશન બોલીવુડના ફિટેસ્ટ એક્ટર્સમાંથી એક છે. થોડા દિવસ પહેલા તેણે પોતાનું ડાયટ શેર કર્યુ હતુ. હવે ઋત્વિકે ખુદનું ગજબનું ટ્રાન્સફોર્મેશન બતાવ્યુ છે, જેને જોઇને સૌ કોઇ હેરાન છે. તેનાથી પણ વધુ આશ્વર્યની વાત એ છે કે આ કમાલની બોડી તેણે માત્ર પાંચ અઠવાડિયામાં બનાવી છે. આ માટે તેણે જીમમાં ખૂબ પરસેવો વહાવ્યો છે. સાથે તે સખત ડાયટ ફોલો કરી રહ્યો છે. ઋત્વિકે પોતાના ફિટનેસ ટ્રેનર ક્રિસ ગેથિનને ધન્યવાદ આપ્યા છે.
ચેલેન્જ તરીકે ઋત્વિકે કર્યુ આ કામ
ઋત્વિકે પહેલાની અને અત્યારની એમ બે તસવીર શેર કરી છે. તેણે મિરર સેલ્ફી લીધી છે. જેમાં તે ટોન્ડ મસલ્સ ફ્લોન્ટ કરી રહી છે. તેણે આ પોતાની આગામી ફિલ્મ માટે કર્યુ છે. તેણે ચેલેન્જ લીધી હતી કે તે એક નિશ્વિત શેપમાં આવી જશે, કેમકે આ રોલ માટે જરૂરી હતુ. તેણે આ ચેલેન્જ સ્વીકારી અને તેને પુરી કરી બતાવી.
View this post on Instagram
પાંચ અઠવાડિયામાં બનાવી બોડી
ઋત્વિકે કેપ્શનમં લખ્યુ છે કે પાંચ અઠવાડિયા, શરુઆતથી અંત સુધી. રજાથી લઇને શૂટિંગ ખતમ થયા સુધી! મિશન પુરુ થયુ. ઘુંટણ, પીઠ, ખભો, કરોડરજ્જુ અને ખાસ તો મગજનો આભાર. તમારા લોકોની સારી લડાઇ પસંદ છે. હું તમને બધાને પ્રેમ કરુ છુ. હવે આરામ કરવા, સ્વસ્થ થવા અને વધુ બહેતર શોધવાનો સમય આવી ગયો છે.
કોણે કોણે કરી મદદ
ઋત્વિક લખે છે કે સૌથી અઘરો ભાગ, અન્ય મહત્ત્વપૂર્ણ વસ્તુઓ, મિત્રો, નજીકના લોકો, સામાજિક અવસો, સ્કુલ પીટીએમ અને લાંબા કામના કલાકોને પણ ના કહેવાનું હતુ. બીજો સૌથી અઘરો ભાગ રાતે નવ વાગ્યા સુધી પથારીમાં સુઇ જવાનું હતુ. સૌથી સરળ કામ એક એવો સાથી શોધવાનો જેનો તમારા વિચાર સાથે મેળ ખાતો હોય. ધન્યવાદ. સૌથી સારી વાત મિસ્ટર ક્રેસ ગેથિન જેવા ગુરુનું હોવુ, કોઇ પણ આંખ બંધ કરીને તેમની પર ભરોસો કરી શકે છે. એ વ્યક્તિ જેના વગર હું આ નહોતો કરી શકતો તે હતો સ્વપ્નિલ હજારે. મારી ટીમનો આભાર.
આ પણ વાંચોઃ સમલૈંગિક લગ્નોને માન્યતા આપવાનો સુપ્રીમ કોર્ટનો ઈનકાર