હૃતિક રોશને કમર પર બેલ્ટ બાંધીને ઘોડી પર ઊભા થઈને તસવીર કરી શેર, ફેન્સ બન્યા ચિંતિત
મુંબઈ (મહારાષ્ટ્ર), 14 ફેબ્રુઆરી: બોલિવૂડ એક્ટર હૃતિક રોશન આ દિવસોમાં તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ફાઈટર‘ને લઈને ચર્ચામાં છે. વેલ, હવે અભિનેતા ઈજાનો ભોગ બન્યો છે. આ માહિતી તેણે પોતે સોશિયલ મીડિયા પર શેર કરી છે. પોતાની પીડા વ્યક્ત કરતાં હૃતિકે કહ્યું કે, તેના સ્નાયુઓમાં ઈજા પહોંચી છે. ત્યારબાદ ફેન્ચ પણ ચિંતિત બન્યા છે. આ પોસ્ટ શેર કરતી વખતે હૃતિકે તેની માનસિક સ્થિતિ અંગે પણ વાતો શેર કરી છે.
View this post on Instagram
પોસ્ટ શેર કરો અને દાદાની કહાની જણાવી
હૃતિક રોશને ઘોડીની મદદથી ઊભો જોવા મળી રહ્યો છે. આ તસવીર શેર કરતા અભિનેતાએ લખ્યું કે, તમારામાંથી કેટલાએ ઘોડી અથવા વ્હીલચેરની જરૂર પડી હશે? મને યાદ છે કે, એકવાર મારા દાદાએ એરપોર્ટ પર વ્હીલચેર પર બેસવાની ના પાડી હતી, કારણ કે એ તેમની મજબૂત માનસિક છબી સાથે બંધબેસતું ન હતું. મને યાદ છે કે મેં કહ્યું હતું, ડેડા,આ માત્ર એક ઈજા છે અને તેને તમારી ઉંમર સાથે કોઈ લેવાદેવા નથી! આ તમારી ઈજાને મટાડવા માટે મદદ કરશે! આ જોઈને મને દુ:ખ થયું કે, ડર અને શરમને છુપાવવા તેમને કેટલું મજબૂત બનાવું પડ્યું હતું. હું હજુ સુધી તેનો મતલબ સમજી શક્યો નથી. એજ ફેક્ટરના કારણે નહીં પરંતુ ઈજાના કારણે તેમને વ્હીલચેરની જરૂર છે. તેમણે ના પાડી દીધી અને અજાણ્યાઓ સામે પોતાની ઈમેજ મજબૂત બનાવી. જેનાથી તેમની પીડા વધી ગઈ.
બોક્સ ઓફિસ પર ફાઈટરનું શાનદાર કલેક્શન
જોકે, હૃતિકે આ તસવીર શેર કરતા ફેન્સ ખૂબ ચિંતામાં છે. હૃતિક રોશનની ફિલ્મ ફાઈટર હજુ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. દુનિયાભરમાં 300 કરોડથી વધુનો બિઝનેસ કરનાર અભિનેતાની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર લગભગ 200 કરોડનું શાનદાર કલેક્શન કર્યું છે.
આ પણ વાંચો: ‘ફાઈટર’ ફિલ્મના એક્ટર ઋતિક રોશન અને દીપિકા પાદુકોણને મળી લીગલ નોટિસ, જાણો કારણ