ટ્રેન્ડિંગમનોરંજનવિશેષ

હૃતિક રોશને શ્રુતિ હાસનના સ્વ-રચિત હાર્ટબ્રેક ગીત પર આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યુ?

બોલીવુડમાં હમેશા કંઈક મસાલાદાર ખબરો રોજે રોજ બહાર આવતી હોય છે ત્યારે શ્રુતિ હાસને તાજેતરમાં મેમરી લેન પર સફર કરી હતી અને પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર સ્વ-રચિત ગીતોમાંથી એક શેર કર્યું છે જે હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાઈરલ થઇ રહ્યું છે. શ્રુતિ હાસને આ સોંગ પાછળ ખુલાસો કર્યો હતો કે તેને આ ગીત 20 વર્ષની હતી ત્યારે લખ્યું હતું. તે બાદ એને એ ગીત નાદાનીમાં લખ્યું હોય એવું લાગતું હતું. પણ તેને હાલમાં જ એ ગીત ગાયું હતું અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. સોંગ શેર કર્યાના બાદ ગીત પર લોકોની પ્રતિક્રિયા જોવા મળી હતી ત્યારે હૃતિક રોશને પણ હવે આ અંગે પ્રતિક્રિયા આપી છે.

 

View this post on Instagram

 

A post shared by Shruti Haasan (@shrutzhaasan)

20 વર્ષની ઉંમરે શ્રુતિએ લખ્યું ગીત

શ્રુતિ હાસને આ વીડિયો શેર કરતી વખતે, એ પણ શેર કર્યું કે તેણે આ ગીત ત્યારે લખ્યું જ્યારે તે માનસિક રીતે સારી હાલતમાં ન હતી. અને હવે જ્યારે તે ગીત  ફેમસ થઈ રહ્યું છે ત્યારે તે વાતને લઇને તેને ખુશીનો અનુભવ થાય છે . શ્રુતિએ એ પણ શેર કર્યું હતું કે તે ‘વીસ વર્ષની ઉંમરે ખૂબ જ દિલગીર હતી’ અને ‘એને મૂર્ખ જેવું લાગ્યું હતું’.

shruti haasan (1)
shruti haasan (1)

મને આ ગીત મૂર્ખ જેવું લાગ્યું હતું

શ્રુતિએ જે વિડીઓ શેર કર્યો તેમાં કેપ્શન આપતા લખ્યું હતું કે, “હું જ્યારે વીસ વર્ષની હતી ત્યારે આ લખ્યું હતું… તે ગીતોમાંથી એક હતું જે મને ગમ્યું હતું પરંતુ તે મને થોડું મૂર્ખ લાગ્યું તેથી મેં ખરેખર તેને ફરીથી જોવાનું ક્યારેય વિચાર્યું પણ નથી… સમય જતાં હું સન્માન કરવાનું શીખી ગયી છું.હું વીસ વર્ષની ઉંમરે ખૂબ જ ભાંગી ગયી હતી અને મને મૂર્ખ જેવું લાગ્યું હતું.

ચાહકોએ અભિનેત્રીની ગાયકીની કરી પ્રશંસા 

જ્યાં ઘણા ચાહકોએ અભિનેત્રીની ગાયકીની કુશળતાની ટિપ્પણી કરી અને પ્રશંસા કરી છે, ત્યાં ઋત્વિક રોશને પણ અભિનેત્રીની પ્રશંસા કરી અને લખ્યું, “અમેઝિંગ”.એક ચાહકે લખ્યું, “તે અદ્ભુત સુંદર છે ❤️.” બીજી કોમેન્ટમાં વાંચ્યું, શ્રુતિ તું આટલા લાંબા સમયથી છુપાયેલી અદભૂત ગાયિકા છે.ગમ્યું ❤️ આવા સંગીતનો ટુકડો વધુ લાવો @shrutzhaasan.”

શ્રુતિ હાસન પ્રભાસ સાથે સલારમાં જોવા મળશે

દરમિયાન, વર્ક ફ્રન્ટ પર, શ્રુતિ હાસન હવે પ્રભાસ સાથે સલારમાં જોવા મળશે. શ્રુતિએ કહ્યું હતું કે, “સલાર એક મોટો અને ઉત્તેજક પ્રોજેક્ટ છે અને તેનો ભાગ બનીને હું ખૂબ જ ખુશ છું કે લોકો પ્રશાંત નીલ હંમેશા તેની ફિલ્મોમાં લાવે તેવા તમામ અદ્ભુત સ્તરોની અપેક્ષા રાખી શકે છે અને મારી ભૂમિકા વાર્તામાં મુખ્ય છે .સાલાર ઉપરાંત, શ્રુતિ પાસે તેની કીટીમાં ધ આઈ નામનો એક હોલીવુડ પ્રોજેક્ટ પણ છે એ પણ જણાવ્યું છે.

આ પણ વાંચો:વર્લ્ડકપ ફીવર ! અમદાવાદમાં હોટલ રૂમનુ ભાડુ અધધધ રૂ.50000

Back to top button