ટ્રેન્ડિંગમનોરંજન

Vikram Vedha Trailer Out:ઋતિક અને સૈફની ધમાકેદાર એકશન

Text To Speech

સૈફ અલી ખાન અને હૃતિક રોશનને ચમકાવતી આગામી નવી હિન્દી ફિલ્મ ‘વિક્રમ વેધા’નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલર પરથી કહી શકાય કે ફિલ્મ જબરદસ્ત એક્શન-પેક્ડ છે. ફિલ્મમાં વિક્રમની ભૂમિકામાં સૈફ અને વેધા તરીકે હૃતિક છે.

ઋતિક રોશન અને સૈફ અલી ખાનના ચાહકો જે ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા. તે હવે થોડા સમયમાં જ રિલીઝ થશે. ઋતિક રોશન અને સૈફ અલી ખાન ની આગામી ફિલ્મ ‘વિક્રમ વેધા’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મનું ટ્રેલર એક્શનથી ભરપુર છે. આ એક થ્રિલર એક્શન ફિલ્મ છે. જેને પુષ્કર અને ગાયત્રીએ ડાયરેક્ટ કર્યું છે. ફિલ્મમાં સૈફ અલી ખાન અને ઋતિક રોશન સિવાય રાધિકા આપ્ટે, રોહિત સરફ, યોગિતા બિહાની, સત્યદીપ મિશ્રા અને શારિબ હાશમી મહત્વની ભુમિકામાં જોવા મળશે.

એક્શન-થ્રિલર ફિલ્મમાં એક કડક મિજાજવાળા પોલીસ ઓફિસર અને એક ખૂંખાર ગેંગસ્ટર વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે. ટ્રેલર બે મિનિટ 50 સેકંડનું છે. એમાં હૃતિક સતત મારામારી કરતો જોવા મળે છે. તો સૈફ અલી એન્કાઉન્ટર કરતો જોવા મળે છે. રાધિકા આપ્ટે સૈફ અલીની પત્નીની ભૂમિકામાં છે. પુષ્કર અને ગાયત્રી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 30 સપ્ટેમ્બરે થિયેટરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ 2017માં આવેલી આ જ ટાઈટલવાળી તામિલ ફિલ્મની હિન્દી રીમેક છે. તામિલ ફિલ્મને પણ પુષ્કર અને ગાયત્રીએ જ ડાયરેક્ટ કરી હતી. તામિલ ફિલ્મમાં ઈન્સ્પેક્ટર વિક્રમની ભૂમિકામાં આર. માધવન હતો જ્યારે વેધાની ભૂમિકામાં વિજય સેતુપતિ હતો.

Back to top button