ટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

HP : ગોવિંદસાગર તળાવમાં નહાવા પડેલા પંજાબના સાત યુવકો ડૂબતા 6ના મોત

Text To Speech
હિમાચલ પ્રદેશમાં એક કાળજું કંપાવી દેતી દુર્ઘટના સામે આવી છે. ઉના જિલ્લામાં આવેલા ગોવિંદસાગર તળાવમાં સાત યુવાનો ડૂબી ગયા હતા. જે પૈકી અત્યાર સુધીમાં છ મૃતદેહો મળી આવ્યા છે. સ્થાનિક પ્રસાશન પાસેથી મળેલી માહિતી અનુસાર આ તમામ યુવકો મોહાલી પંજાબના રહેવાસી છે. આ ગંભીર બનાવની જાણ થતાં જ બંગણા પોલીસ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ હતી.
કેવી રીતે બની આ દુર્ઘટના ? કોણ છે મૃતકો ?
બંગણા પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના કોલકા બાબા ગરીબદાસ મંદિર નજીકના ગોવિંદસાગર તળાવમાં બપોરે લગભગ 3.50 વાગ્યે બની હતી. પોલીસને 7 યુવાનોના ડૂબી જવાની માહિતી મળી હતી. 11 લોકો બાનુર જિલ્લા મહોલી પંજાબ ગામથી બાબા બાલકનાથ મંદિર જઈ રહ્યા હતા. ત્યારે બાબા ગરીબદાસ મંદિર પાસેના ગોવિંદસાગર તળાવમાં સ્નાન કરવા ગયા હતા. આ તળાવના પાણી ઉંડા હોવાથી સાત યુવકો પાણીમાં ડૂબી ગયા હતા. ચાર યુવકો કોઈક રીતે પાણીમાંથી બહાર આવ્યા અને મદદ માટે બૂમો પાડવા લાગ્યા હતા. સ્થાનિક લોકો પણ મદદ માટે પહોંચ્યા હતા પરંતુ હજુ સુધી ડૂબી ગયેલા યુવકનો કોઈ પત્તો મળ્યો નથી. પોલીસ અને પ્રશાસન ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.  ગોતાખોરો અને ફાયર બ્રિગેડના જવાનો પણ સ્થળ પર છે.  એસપી અરિજિત સેને જણાવ્યું કે છ મૃતદેહ મળી આવ્યા છે. પોલીસ અને પ્રશાસનની ટીમો સ્થળ પર છે.
Back to top button