HP Election 2022 : ચૂંટણી પહેલા BJP ને મોટો ઝટકો, આ નેતાએ આપ્યું રાજીનામું
હિમાચલ પ્રદેશની ચૂંટણી પહેલા જ ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. સદર બિલાસપુરમાં ભાજપના બળવાખોર સુભાષ શર્માએ મંગળવારે પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. આ સાથે તેમણે અપક્ષ તરીકે ચૂંટણી લડવાની પણ જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, તેમની ટિકિટ કપાઈ જવાથી તેઓ નારાજ હતા.
પોતાના વિસ્તારમાં બહારના વ્યક્તિને ટિકિટ અપાતા થયા નારાજ
બીજેપી નેતાએ પોતાના રાજીનામામાં લખ્યું, ‘હું સુભાષ શર્મા ગામ તલવાર પોસ્ટ ઓફિસ ચાંદપુર, તહસીલ સદર, જિલ્લો બિલાસપુર, હિમાચલ પ્રદેશ 174001 બીજેપી રાજ્ય કાર્યકારી સભ્ય અને ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહ્યો છું, કારણ કે હું અહીં સ્વતંત્ર ઉમેદવાર છું. હું ચૂંટણી લડી રહ્યો છું અને અહીં ઝંડુતા વિધાનસભા મત વિસ્તારના એક બહારના વ્યક્તિને ભાજપની ટિકિટ આપવામાં આવી છે. જેના કારણે અહીંના સ્થાનિક કાર્યકરો ખૂબ જ દુ:ખી છે, જેના કારણે મારે ચૂંટણી લડવી પડી છે. તેથી હું પ્રદેશ કારોબારી સભ્ય અને ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું