હાર્વર્ડ રિટર્ન-AI કંપનીની મહિલા CEO દ્વારા પોતાના 4 વર્ષના પુત્રની નિર્દયતાથી હત્યા
- માતા અને પુત્ર વચ્ચેના સંબંધ પર કલંક સમાન બનાવ બન્યો
- મહિલાએ પુત્રના મૃતદેહનો નિકાલ માટે બેગમાં લઈને ગોવાથી કર્ણાટક જઈ રહી હતી
કર્ણાટક, 9 જાન્યુઆરી : કર્ણાટકના ચિત્રદુર્ગમાં એક અજીબો-ગરીબ બનાવ બન્યો છે, જેણે માતા અને પુત્ર વચ્ચેના સંબંધો પર ડાઘ લગાવ્યો છે. હકીકતમાં, એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની (AI ફર્મ)ની મહિલા CEO સૂચના સેઠે તેના 4 વર્ષના પુત્રની હત્યા કરી નાખી છે. આટલું જ નહીં, આ મહિલા તેના પુત્રના મૃતદેહનો નિકાલ કરવા માટે બેગમાં લઈને ગોવાથી કર્ણાટક જઈ રહી હતી, પરંતુ પોલીસે તેની અધવચ્ચેથી જ ધરપકડ કરી લીધી છે. આ ખૂની માતાના વ્યવસાય વિશે વાત કરીએ તો, તે માઇન્ડફુલ AI લેબની સ્થાપક છે, જે તેણે 2020માં શરૂ કરી હતી.
VIDEO | Suchana Seth, the CEO of a start-up company who has been arrested in Karnataka for allegedly killing her four-year-old son in #Goa, brought to Panaji by the police.
(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/XXyYAAm0ME
— Press Trust of India (@PTI_News) January 9, 2024
#WATCH | Panaji: Goa Police takes the woman accused of killing her four-year-old son into custody and presents her before Mapusa court. https://t.co/JX2GFdT0XN pic.twitter.com/9kWksyykAf
— ANI (@ANI) January 9, 2024
કેવી રીતે થયો હતો હત્યાનો ખુલાસો ?
AI કંપનીના CEO સૂચના સેઠ તેમના પુત્ર સાથે ગોવાના કેન્ડોલિમમાં એક હોટલમાં રોકાઈ હતી, પરંતુ જ્યારે મહિલા હોટલમાંથી બહાર નીકળવા લાગી ત્યારે બાળક તેની સાથે ન હતું. મહિલાને એકલી જતી જોઈને હોટલ સ્ટાફને શંકા ગઈ, પરંતુ માહિતી મળી કે તેણે તેના બાળકને ઘરે મોકલી દીધો છે. મહિલાએ હોટલમાંથી ચેક આઉટ કર્યા બાદ જ્યારે સ્ટાફ રૂમ સાફ કરવા આવ્યો તો ત્યાં લોહીના ડાઘા જોઈને તેઓ ચોંકી ગયા અને પોલીસને જાણ કરી.
Suchana Seth was listed among the Top 100 women in AI ethics 2021. She’s a fellow at Harvard University & a data scientist with 12yrs experience… While she excelled in career, wonder what was so compelling for her kill her own son ‘(( https://t.co/2rL6nVM342 pic.twitter.com/yUl09lxcUf
— Nabila Jamal (@nabilajamal_) January 9, 2024
કેવી રીતે હત્યા કરનાર માતા પકડાઈ ?
પોલીસે આ મામલે તરત જ કાર્યવાહી કરી અને જે ટેક્સીમાં મહિલા હોટલમાંથી નીકળી હતી તેના ડ્રાઈવરનો ફોન નંબર શોધીને તેને સમગ્ર મામલો જણાવ્યો. પોલીસ સાથેની વાતચીત બાદ ટેક્સી ડ્રાઈવર તેને કર્ણાટકના ચિત્રદુર્ગ વિસ્તારના પોલીસ સ્ટેશન લઈ ગયો અને આ રીતે આ હત્યા કરનાર માતા પોલીસના કબ્જામાં આવી ગઈ. જ્યાંથી બાદમાં ગોવા પોલીસ ચિત્રદુર્ગ પહોંચી અને મહિલાની ધરપકડ કરી હતી.
સૂચના શેઠની AI લેબ અન્ય કંપનીઓને સલાહ આપવાનું કરે છે કામ
હત્યા કરનાર માતા સૂચના શેઠની માઇન્ડફુલ AI લેબ કંપની ડેટા સાયન્સ ટીમો અને સ્ટાર્ટઅપ્સને સલાહ આપવાનું કામ કરે છે. આ સાથે, તે મશીન લર્નિંગ સોલ્યુશન્સ પણ પ્રદાન કરે છે. સૂચનાને આ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ છે અને તેના પુત્રની હત્યા જેવો જઘન્ય ગુનો કરનાર આ મહિલાને વર્ષ 2020માં AI એથિક્સમાં ટોપ-100 પ્રતિભાશાળી મહિલાઓમાં સામેલ કરવામાં આવી હતી.
મહિલાએ 2020માં ખોલી પોતાની કંપની
સૂચના શેઠના લિંક્ડઇન એકાઉન્ટ પર નજર કરીએ તો, તેણે હાવર્ડ યુનિવર્સિટીના બર્કમેન ક્લીન સેન્ટરમાં ફેલોશિપ કરી છે. બર્કમેન અને ડેટા એન્ડ સોસાયટીમાં બિઝનેસમાં એથિકલ મશીન લર્નિંગ અને AIને કાર્યરત કરવાની રીતોનો અભ્યાસ કર્યો. આ પછી, વર્ષ 2020માં, તેણે ધ માઇન્ડફુલ AI લેબની સ્થાપના કરી, જે AI આધારિત સ્ટાર્ટઅપ છે. ઉલ્લેખનીય છે કે, સૂચના સેઠ પાસે આર્ટિફિશિયલ લેંગ્વેજ, મશીન લર્નિંગ, નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ અને ટેક્સ્ટ મેઈલિંગના ક્ષેત્રમાં 4 અમેરિકન પેટન્ટ પણ છે.
આ પણ જુઓ :બાઈડેનની સુરક્ષામાં મોટી ભૂલ, કાર લઈને વ્હાઇટ હાઉસમાં ઘૂસ્યો એક શખ્સ