ટ્રેન્ડિંગધર્મ

કાળભૈરવ જયંતી પર ભગવાન શિવ અને ભેરવની પૂજા કેવી રીતે કરશો?

  • કાળભૈરવ જયંતિ 22 નવેમ્બરે સાંજે 6:07 વાગ્યે શરૂ થશે, જે 23 નવેમ્બર, 2024ના રોજ સાંજે 7:56 વાગ્યે સમાપ્ત થશે

HD ન્યુઝ ડેસ્કઃ કાળભૈરવાષ્ટમીનો દિવસ ભગવાન શિવના ઉગ્ર અને રક્ષક સ્વરૂપ કાળભૈરવની પૂજા માટે સમર્પિત છે. આ તહેવાર કારતક વદની અષ્ટમી તિથિએ ઉજવવામાં આવે છે. કારતક વદ આઠમને કાલાષ્ટમીને કાળભૈરવ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન કાળભૈરવ પ્રગટ થયા હતા. કાળભૈરવને સમય અને મૃત્યુના દેવતા કહેવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે ભગવાન બ્રહ્માએ ભગવાન શિવનું અપમાન કર્યું ત્યારે શિવના ક્રોધમાંથી કાળભૈરવનો જન્મ થયો હતો. કાળભૈરવને કાશીના રક્ષક માનવામાં આવે છે અને તેમની પૂજાથી ભય, અનિષ્ટ અને નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે.

પંચાંગ મુજબ કારતક વદની અષ્ટમી તિથિ 22 નવેમ્બરે સાંજે 6:07 વાગ્યે શરૂ થશે, જે 23 નવેમ્બર, 2024ના રોજ સાંજે 7:56 વાગ્યે સમાપ્ત થશે. પંચાંગ અનુસાર કાળ ભૈરવની પૂજા પ્રદોષ કાળ દરમિયાન 22 નવેમ્બર, શુક્રવારે કરવામાં આવશે.

કાળ ભેરવ જયંતી પર ભગવાન શિવ અને ભેરવની પૂજા માટેનું શુભ મુહૂર્ત જાણો hum dekhenge news

ભગવાન શિવ અને કાલભૈરવની પૂજા કેવી રીતે કરવી?

સવારે સ્નાન કરીને વ્રતનો સંકલ્પ લેવો. શુદ્ધ વસ્ત્રો ધારણ કરીને ભગવાન કાળભૈરવની પૂજા માટે પૂજા સ્થળ તૈયાર કરો. ભગવાન શિવ અને કાળભૈરવની મૂર્તિ અથવા ફોટાની સામે દીવો પ્રગટાવો. તેમને તલ, સરસવનું તેલ અને કાળા તલ ચઢાવો. કાલભૈરવ અષ્ટક કે તેમની સ્તુતિ કરો. ફળ અર્પણ કરો. આરતી કરો. અંતમાં ક્ષમા માટે પણ પ્રાર્થના કરો. કાળા કૂતરાઓને પણ ખવડાવો. આ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

કાલાષ્ટમીના દિવસે ઉપવાસ કરવાનું અને જરૂરિયાતમંદોને અન્ન, વસ્ત્ર અને દાન આપવાનું મહત્ત્વ છે. કાશીના કાલભૈરવ મંદિરમાં દેશ-વિદેશમાંથી હજારો લોકો પૂજા કરવા આવે છે. અહીં ભક્તો ભગવાન કાળભૈરવના દર્શન કરે છે અને પાપમાંથી મુક્તિ અને સુખાકારી માટે તેમની પાસે પ્રાર્થના કરે છે.

વ્રત કરવાના લાભ

કાળભૈરવની આરાધનાથી શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે. જીવનની નકારાત્મકતા અને ભય દૂર થાય છે. માનસિક શાંતિ અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ દિવસે ભગવાન કાળભૈરવના આશીર્વાદ મેળવી જીવનમાં સકારાત્મકતા લાવવાનો પ્રયાસ કરો.

આ પણ વાંચોઃ  વર્ષનું છેલ્લું ગુરૂ પ્રદોષ વ્રત નવેમ્બરમાં ક્યારે છે? આ ઉપાય બનાવશે ધનવાન

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/C9CO8rDNph0IwQeN82T0Zy

Back to top button