ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મહાકુંભ દરમિયાન ગંગામાં સ્વચ્છ અને પૂરતું પાણી કેવી રીતે રહેશે? HCનો UP સરકારને પ્રશ્ન

Text To Speech
  • જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર પાસેથી 10 સપ્ટેમ્બર સુધીમાં માહિતી માંગવામાં આવી

પ્રયાગરાજ, 28 ઓગસ્ટ: અલ્હાબાદ હાઈકોર્ટે મહાકુંભ 2025માં ભક્તો અને સંતો માટે ગંગામાં શુદ્ધ અને પર્યાપ્ત પાણી ઉપલબ્ધ કરાવવાની માગણી કરતી PIL પર રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર પાસેથી 10 સપ્ટેમ્બર સુધીમાં માહિતી માંગી છે. હાઈકોર્ટે રાજ્ય સરકારને પ્રશ્ન કર્યો છે કે, મહાકુંભ દરમિયાન ગંગામાં સ્વચ્છ અને પર્યાપ્ત પાણી કેવી રીતે ઉપલબ્ધ કરાવવામાં આવશે?

અરજીમાં શું કહેવામાં આવ્યું?

એડવોકેટ સુનીતા શર્મા, વરિષ્ઠ સામાજિક કાર્યકર યોગેન્દ્ર કુમાર પાંડે અને પૂર્વ કાઉન્સિલર કમલેશ સિંહ દ્વારા દાખલ કરાયેલી PILની સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ અરુણ ભંસાલી અને ન્યાયાધીશ વિકાસની ડિવિઝન બેંચે આ આદેશ આપ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્ય સરકાર અને જિલ્લા પ્રશાસને હજુ સુધી સ્વચ્છ અને પર્યાપ્ત ગંગાનું પાણી આપવા અંગે કોઈ વિચાર કર્યો નથી. અરજદાર વતી એડવોકેટ વિજય ચંદ્ર શ્રીવાસ્તવ અને પ્રિયંકા શ્રીવાસ્તવે દલીલો કરી હતી.

UP સરકાર મહાકુંભની તૈયારીમાં વ્યસ્ત

PIL અનુસાર, ભારત અને વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ, ગંગા ભક્તો અને સંતો પ્રયાગરાજ આવે છે. મહાકુંભના મેળાને લઈને સરકાર અને વહીવટીતંત્રની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સરકાર દ્વારા ઘણું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે, પરંતુ મહાકુંભ દરમિયાન ભક્તો, સંતો અને ગંગા ભક્તોને કેવી રીતે પર્યાપ્ત અને સ્વચ્છ ગંગા જળ ઉપલબ્ધ કરાવવામાં આવશે તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

આ પણ જૂઓ: RSS ચીફ મોહન ભાગવતની સુરક્ષા Z પ્લસથી વધારીને ASL કરવામાં આવી, જાણો શું છે કારણ

Back to top button