એજ્યુકેશનટ્રેન્ડિંગયુટિલીટીવિશેષસાયન્સ એન્ડ ટેકનોલોજી

માનવી એલિયન્સ સાથે કેવી રીતે વાતચીત કરશે? 

Text To Speech

અમદાવાદ, 19 ડિસેમ્બર : શું અન્ય ગ્રહો પર જીવન અસ્તિત્વ ધરાવે છે? શું એલિયન્સ અસ્તિત્વ ધરાવે છે? જો એ સત્ય હોય, તો તેઓ કેવા દેખાય છે અને તેઓ કેવી રીતે વાતચીત કરે છે? આ એવા કેટલાક પ્રશ્નો છે જેને જાણવા માટે વૈજ્ઞાનિકો વિવિધ સંશોધનોનો સહારો લઈ રહ્યા છે. તાજેતરના એક અભ્યાસમાં, સર્ચ ફોર એક્સ્ટ્રાટેરેસ્ટ્રીયલ ઇન્ટેલિજન્સ (SETI) સંસ્થાના સંશોધકો માને છે કે તેઓ એક અનોખા પ્રયાસ દ્વારા એલિયન્સ સાથે વાતચીત કરી શકે છે. આ કેવી રીતે શક્ય છે, ચાલો જાણીએ…

શું વ્હેલ એલિયન્સથી વાતચીત કરી શકે છે?

SETI સંસ્થા, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા ડેવિસ અને અલાસ્કા વ્હેલ ફાઉન્ડેશનના વૈજ્ઞાનિકોની એક ટીમ વ્હેલને એલિયન્સ સાથે કેવી રીતે વાતચીત કરવી તે શીખવી રહી છે. જો કે, તે પહેલા તે પોતે વ્હેલ સાથે કમ્યુનિકેશન સ્થાપિત કરી રહી છે, જેથી ભવિષ્યમાં એલિયન્સ સાથે વાતચીત કરી શકાય. આ અભ્યાસ ટ્વેઈન નામની હમ્પબેક વ્હેલ પર કરવામાં આવી રહ્યો છે, જેના માટે SETI ટીમ હમ્પબેક વ્હેલના કોમ્યુનિકેશન નેટવર્કને વિકસાવી રહી છે જેથી અન્ય વિશ્વની જાણકારી મેળવવા માટે ઇન્ટેલિજન્સ ફિલ્ટર્સ તરીકે તેનો ઉપયોગ કરી શકાય.

મનુષ્ય અને વ્હેલ વચ્ચેનો પ્રથમ સંચાર

વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે એકવાર વ્હેલે તેના ગ્રીટિંગ્સના સંકેતને વાતચીતની શૈલીમાં જવાબ આપ્યો અને આ સંદેશાવ્યવહાર 20 મિનિટ ચાલ્યો હતો, જેના માટે તેઓએ પાણીમાં સ્પીકર મૂક્યું હતું. અને હમ્પબેકના કોન્ટેક્ટ કોલનું રેકોર્ડિંગ વગાડ્યું, જે સાંભળીને વ્હેલ બોટની નજીક આવી અને ચક્કર મારવા લાગી. ટ્વેઈને પણ દરેક પ્લેબેક કોલનો જવાબ આપ્યો. એક વૈજ્ઞાનિકે કહ્યું કે, “માણસો અને હમ્પબેક વ્હેલ વચ્ચે આ પ્રકારના સંચારનું આ પ્રથમ વિનિમય છે.” અલાસ્કા વ્હેલ ફાઉન્ડેશનના સહ-લેખક ડૉ. ફ્રેડ શાર્પે જણાવ્યું કે, “હમ્પબેક વ્હેલ અત્યંત બુદ્ધિશાળી હોય છે, તેમની પાસે જટિલ સામાજિક પ્રણાલી હોય છે, તેઓ માછલી પકડવા માટે પરપોટામાંથી જાળ બનાવે છે.” તેનો અર્થ એ છે કે આપણે અન્ય વિશ્વ વિશે બુદ્ધિ પ્રદાન કરવા માટે વ્હેલની મદદ લઈ શકીએ છીએ.

આ પણ વાંચો : અવકાશમાં થઈ ટમેટાની ચોરી? પછી કેવી રીતે મળ્યાં?

Back to top button