ઉત્તર ગુજરાતગુજરાતચૂંટણી 2022

કેવી રીતે વડગામ બેઠક પર જીતશે ભાજપ ? મણિભાઈ વાઘેલા એ જણાવી રણનીતિ

ગુજરાત વિધાનસભા બેઠકોમાં બનાસકાંઠાની વડગામ બેઠક સૌથી વધુ ચર્ચામાં છે, કારણ કે આ બેઠક પર વર્ષ 2017માં જીગ્નેશ મેવાણીએ જીત મેળવી હતી અને આ વખતે તે કોંગ્રેસ તરફથી ઉમેદવારી કરી રહ્યાં છે. તે માટે ભાજપે તેની સામે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા મણિભાઈ વાઘેલાને ટીકિટ આપી છે.ત્યારે ચૂંટણીને લઈને ભાજપ પાર્ટીના બનાસકાંઠા જિલ્લાનાં વડગામ વિધાનસભા બેઠકનાં ઉમેદવાર મણિભાઈ વાઘેલા સાથે હમ દેખેંગેની ટીમે મુલાકાત કરી હતી. તેમજ આ વખતની ચૂંટણીને લઈને તેમની સાથે પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચો : શું ડીસા બેઠક પર પ્રવીણ માળી લહેરાવશે કેસરિયો ?

પ્રચાર માટે અમે 144 જેટલાં ગામોનો પ્રવાસ કર્યો 

ચૂંટણીને લઈને મણિભાઈએ જણાવ્યું હતુ કે,’પ્રચાર માટે લગભગ અમે અહિંના 144 જેટલાં ગામોનો પ્રવાસ કર્યો છે,તેમાં તમામ ગામમાં અમને તમામ સમાજનાં લોકો દ્વારા ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.અમે ભારતીય જનતા પાર્ટીના મુખ્ય સુત્ર સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ ને લઈને અમે પ્રચાર કરી રહ્યાં છીએ. આ ચૂંટણીમાં કરમાવત તળાવ અને મુક્તેશ્વર ડેમ જેવાં મુખ્ય મુદ્દાઓ માટે અમે કોંગ્રેસની જેમ ફક્ત વાયદા નથી આપતાં અમે સીધી મંજૂરી આપીએ છીએ. જે રીતે કેન્દ્ર સરકાર દ્વારા આ સમસ્યાને હલ કરવાં 750 કરોડ રુપિયાની મંજૂરી આપી છે, તે વાતને અમે ગામેગામે ફેલાય રહ્યા છે અને સરકારનાં આ કામથી અહિંયા ચૂંટણી કરતાં તેહવાર જેવો માહોલ અમને જોવા મળી રહ્યો છે.’

વિરોધ પક્ષ પર સાધ્યું નિશાન

વિરોધ પક્ષ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે,’હું પણ એક દલિત સમાજમાંથી આવું છું અને હું દલિત સમાજની રાજનીતિ નથી કરતાં, અમે સર્વ સમાજને આગળ લઈને ચાલીએ છીએ અને વિભાજન કાર્યતત્વમાં માનતા નથી, અમે દરેક સમાજને સાથે લઈ અને દલિત સમાજ પણ દરેક સમાજ સાથે મળીને ચાલે અને બધા સંપીને રહે તેવી અમારી રાજનીતિ છે. તેથી કોઈ પણ વ્યક્તિએ ભારતીય જનતા પાર્ટીથી ગભરાવાની જરુર નથી, જે સાચો વ્યક્તિ છે, અમે તેમની સાથે છીએ.’

અમે આગળ સામાજિક સમરસતા પર કામ કરીશું  : મણિભાઈ

કોંગ્રેસમાંથી ભાજપમાં આવવાના મુદ્દે તેમણે જણાવ્યું કે, ‘રાજનીતિમાં ભાજપ-કોંગ્રેસ જેવું કશું ના હોય, રાજનીતિ ફક્ત વિકાસનાં એજન્ડા પર કામ કરે છે, અને રહી વાત અમારી હરિફ કોંગ્રેસની તો તે હરિફાઇમાં છે જ નહિં. એક તરફ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા પર નીકળ્યા છે અને બીજી તરફ કોંગ્રેસ જ તૂટી રહી છે. કારણ કે હજારો કાર્યકરો કોંગ્રેસમાંથી ભાજપમાં આવી રહ્યાં છે. અમે સત્તામાં આવીશુ તો સામાજિક સમરસતા પર કામ કરીશું અમે આ મુદ્દા પર લોકોનો વિશ્વાસ લઈ વિકાસનાં એજન્ડા પર કામ કરીશું.’

Back to top button