સ્પોર્ટસ

કેવી રીતે જીતીશું વર્લ્ડ કપ : અડધી આંતરરાષ્ટ્રીય મેચમાંથી વિરાટ-રાહુલ ગાયબ, IPLમાં 100% હાજરી

Text To Speech

ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ જીતવાનાં લક્ષ સાથે ઓસ્ટ્રેલિયા રવાના થઈ છે, ત્યારે આ વખતે આપણે T20 વર્લ્ડ કપ જીતશું કે નહિ તેના ઉપર કેટલાક સવાલો ઉભા થયા છે. હાલ, ભારતમાં T20 વર્લ્ડ કપના ઓફીશીયલ બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સે એક ઍડવરટાઈઝ કેમ્પેઈયન ચલાવ્યુ છે.”બહુત હુઆ ઈંતજાર… જીત લો કપ અબ કી બાર.” ભારતીય ટીમ છેલ્લાં 15 વર્ષથી T20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ જીતવાની રાહ જોઈ રહી છે. ભારતીય ટીમને 2007માં પહેલી અને છેલ્લી વખત આ વર્લ્ડ કપ જીતવામાં સફળતા મળી હતી.

વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ જીતવા માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઘણી તૈયારી કરી હતી. તેમાં છેલ્લાં T20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટથી, ભારતીય ટીમ માટે 11 મહિનામાં T20 ફોર્મેટની કુલ 35 મેચો થઈ છે. બાકીના બે ફોર્મેટ, ટેસ્ટ અને ODIને ઉમેરીએ તો આ સમયગાળા દરમિયાન કુલ 59 મેચ રમાઈ હતી, પરંતુ જ્યારે હાલની T20 વર્લ્ડ કપ ટીમની રચના થઈ ત્યારે મોટાભાગના એવા ખેલાડીઓને તક મળી જે આ 59 મેચોમાં સૌથી ઓછા રમ્યા હતા. વિશ્વ કપ માટે ફિટ રહેવા માટે કેટલાક ખેલાડીઓને આખા વર્ષ દરમિયાન સમયાંતરે આરામ આપવામાં આવ્યો હતો, પરંતુ આરામ લેતી વખતે જ ઘણાં ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા હતા.

આ પણ વાંચો : ઓસ્ટ્રેલિયા રવાના થતાં પહેલા ટીમ ઈન્ડિયાએ ફોટોશૂટ કરાવ્યું, પ્રોફેશનલ લુકમાં જોવા મળ્યા પ્લેયર્સ

રોહિત-રાહુલ-વિરાટ અડધી આંતરરાષ્ટ્રીય મેચ રમ્યાં જ નથી

રોહિત શર્મા અને કે.એલ રાહુલ વર્લ્ડ કપમાં ભારત માટે ઓપનિંગ કરશે અને વિરાટ કોહલી નંબર-3 પર આવશે. આ વાત આજથી નહીં પણ એક વર્ષ પહેલા જ નક્કી થઈ ગઈ હતી. આમ છતાં આ ત્રણેય ખેલાડીઓ છેલ્લા એક વર્ષમાં ટીમ ઈન્ડિયાની લગભગ અડધી મેચમાંથી ગાયબ છે. વિરાટ 59 માંથી 31 આંતરરાષ્ટ્રીય મેચમાં ગેરહાજર રહ્યો હતો. રાહુલ 37 મેચ રમ્યો નથી. આ સાથે જ કેપ્ટન રોહિત શર્મા પણ 25 મેચ રમી શક્યો નથી. માત્ર T20ની વાત કરીએ તો વિરાટ છેલ્લા T20 વર્લ્ડ કપ બાદ ભારતની 35માંથી 21 મેચ રમી ન હતી. જ્યારે રાહુલ 23 મેચમાંથી ગેરહાજર રહ્યો હતો, જ્યારે રોહિત 9 મેચો ચૂકી ગયો હતો

T20 વર્લ્ડ કપની વાત કરીઓ તો સૂર્યકુમાર યાદવ ચોથા નંબરે ઉતરશે. તેણે 35માંથી 26 મેચ રમી છે. નંબર-5 પર આવેલા હાર્દિક પંડ્યાએ માત્ર 19 મેચ રમી હતી. દિનેશ કાર્તિક નંબર-6 પર આવી શકે છે. તે પણ 11 મેચ ચૂકી ગયો છે. અક્ષર પટેલને 35માંથી માત્ર 20 મેચ રમવાની તક મળી.

જ્યારે બુમરાહ સતત અનફિટ હતો તો વિકલ્પ કેમ તૈયાર ન હતો?

જસપ્રીત બુમરાહે ગયા વર્લ્ડ કપ બાદ માત્ર 5 T20 અને કુલ 16 આંતરરાષ્ટ્રીય મેચ જ રમી છે. આમ છતાં તે પીઠની ઈજાને કારણે 4 થી 6 મહિના ટીમની બહાર છે. જસપ્રીત બુમરાહને જે રીતે આઈપીએલ સિવાયની બાકીની મેચોમાં આરામ મળ્યો છે તેના પરથી લાગે છે કે તેની ફિટનેસ ઘણા સમયથી સારી નથી. જો આવું હતું તો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આટલા દિવસોમાં તેમના સિવાય કોઈ વિકલ્પ કેમ તૈયાર ન કર્યો. એવું જ રવિન્દ્ર જાડેજા સાથે થયું. તેઓએ આટલા દિવસોમાં માત્ર 9  T20 અને 16 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. હાલ આ બંને ખેલાડીઓ ઈજાના કારણે વર્લ્ડ કપની ટીમમાંથી પણ બહાર છે.

Rohit and Bumrah - Hum Dekhenge News

ખેલાડીઓ માટે આરામ જરુરી છે તો આઈપીએલમાં બે મહિનામાં 14 થી 16 મેચો કેમ ?

ખેલાડીઓને મેચોની વચ્ચે આરામ આપવો જરૂરી છે. જો એમ હોય તો આ ફિલસૂફી આઈપીએલમાં પણ લાગુ થવી જોઈએ, પરંતુ ત્યાં એવું થતું નથી. આઈપીએલના લગભગ બે મહિનામાં આપણા ખેલાડીઓ કેટલી મેચ રમે છે. રોહિત અને બુમરાહે ગત સિઝનમાં મુંબઈ માટે સતત 14 મેચ રમી હતી જ્યારે તેમની ટીમ 10 મેચ બાદ જ પ્લે-ઓફની રેસમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. એટલે કે, તેણે IPLની બિન-જરૂરી મેચોમાં પણ રમવાનું ચાલુ રાખ્યું.

Back to top button