PM kisan Yojana: કેવી રીતે કરશો મોબાઇલ નંબર અપડેટ, ક્યારે આવશે 20મો હપ્તો?

નવી દિલ્હી, 15 માર્ચ: પીએમ કિસાન સન્માન નિધિ યોજના (PM kisan Samman Nidhi Yojana(નો હેતુ ખેડૂતોને આર્થિક મદદ પ્રદાન કરવાનો છે, આ યોજના અંતર્ગત ખેડતોને 6000 રૂપિયા આપવામાં આવે છે. આ પૈસા તેમને 2000 રૂપિયાના અલગ અલગ હપ્તામાં મળે છે. જો તમે આ યોજના અંતર્ગત મોબાઇલ નંબર અપડેટ કરવા માગો છો તે ઘેર બેઠા આસાનીથી થઇ જશે. જોકે તમારુ કેવાયસી પૂરું થવુ જરૂરી છે. મોબાઇલ નંબર અપડેટ ન થવા પર તમને આ હપ્તાઓ કે પૈસા મળવામાં મુશ્કેલી પડી શકે છે.
આવી રીતે કરો મોબાઇલ નંબર અપડેટ
પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત નંબર અપડેટ આસાનીથી થઇ જાય છે. તેના માટે તમારે આધાર કાર્ડની પણ જરૂર પડશે નબી. જો તમે મોબાઇલ નંબર અપડેટ કરવા માંગો છો તો નીચે જણાવેલા પગલાંને ધ્યાનપૂર્વક અનુસરો.
- સ્ટેપ 1- સૌથી પહેલા તમારે પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે.
- સ્ટેપ 2- આ પછી આપેલા ફાર્મર્સ કોર્નરના વિકલ્પ પર ક્લિક કરો.
- સ્ટેપ 3- પછી તમને અપડેટ મોબાઈલ નંબરનો વિકલ્પ દેખાશે.
- સ્ટેપ 4- અહીં તમે રજીસ્ટ્રેશન નંબર અથવા આધાર નંબર વચ્ચે પસંદગી કરી શકો છો.
- સ્ટેપ 5- જો તમારી પાસે આધાર નંબર નથી, તો તમે રજીસ્ટ્રેશન નંબરનો ઉપયોગ કરી શકો છો.
- સ્ટેપ 6- ત્યારબાદ કેપ્ચા એન્ટર કરો અને એડિટ ઓપ્શન પર નવો મોબાઈલ નંબર એન્ટર કરો.
પીએમ કિસાન 20મો હપ્તો: 20મા હપ્તાની તારીખ આ રીતે તપાસો
જો તમે પીએમ કિસાન યોજનાના 20મા હપ્તાની તારીખ તપાસવા માંગતા હો, તો નીચે આપેલા પગલાંને અનુસરો.
- સ્ટેપ 1- સૌથી પહેલા પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
- સ્ટેપ 2- આ પછી હોમ પેજ પર તમને PM કિસાન ઈન્સ્ટોલમેન્ટ ડેટનો વિકલ્પ દેખાશે.
- સ્ટેપ 3- તેના પર ક્લિક કરવાથી એક નવું પેજ ખુલશે, અહીં તમારે માહિતી એન્ટર કરવાની રહેશે.
- સ્ટેપ 4- તમારે માહિતી સબમિટ કરવી પડશે. જે પછી તમને 20મા હપ્તાની તારીખ દેખાશે.
પ્રથમ હપ્તો ક્યારે બહાર પાડવામાં આવ્યો?
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, 6 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2019માં ખેડૂતોને પ્રથમ વખત પીએમ કિસાન યોજનાનો લાભ મળ્યો હતો. આ યોજનાનો લાભ સૌથી પહેલા બિહારના ભાગલપુરના ખેડૂતોને આપવામાં આવ્યો હતો. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 9.08 કરોડ ખેડૂતોના ખાતામાં 22 હજાર કરોડ રૂપિયાથી વધુ રકમ જમા કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ ટીમ ઈંડિયાના ખેલાડીએ કર્યો મોટો ખુલાસો: ફોન પર ધમકીઓ મળી, બાઈક પર મારો પીછો કર્યો