WhatsApp માંથી Meta AI બટન કેવી રીતે દૂર કરવું? જાણો સૌથી સરળ રીત
- Meta AI ની મદદથી તમે તમારો અથવા અન્ય કોઈનો AI ફોટો બનાવી શકો છો. સંદેશાઓ અને શુભેચ્છાઓ લખવા ઉપરાંત, તે તમને હવામાન અપડેટ્સ આપવામાં અને Google ની જેમ જ ચેટમાં માહિતી શોધવામાં મદદ કરે છે
HD ન્યૂઝ ડેસ્ક, 30 જૂન: સોશિયલ મીડિયા ફર્મ મેટાએ ભારતીય યુઝર્સ માટે તેના પ્લેટફોર્મ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટૂલ Meta AI લોન્ચ કર્યું છે. આ ટૂલની મદદથી સંદેશા લખવાથી લઈને શુભેચ્છા પત્રો લખવા સુધીની દરેક બાબતમાં મદદ લઈ શકાય છે. તે હવામાનની માહિતી સાથે નવીનતમ સમાચાર પણ આપે છે. AI ટૂલની મદદથી તમે AI ફોટો પણ બનાવી શકો છો. પરંતુ જો તમે હજુ પણ Meta AI ને WhatsApp થી હટાવવા માંગતા હોવ તો આ સમાચાર તમારા માટે છે. ચાલો જાણીએ કે તેને કેવી રીતે દૂર કરી શકાય છે.
WhatsApp માંથી દૂર કરો Meta AI બટન
જો કે, કંપનીએ હજુ સુધી મેટા એઆઈ બટનને મેન્યુઅલી દૂર કરવા માટે કોઈ વિકલ્પ આપ્યો નથી. જો તમે ચેટને ડિલીટ કરી નાખશો કે પછી તેને Archivedમાં નાખી દો છો તો પણ મેટા એઆઈ બટન હજી એમ જ દેખાશે. એટલે કે જો તમને તે ગમતું નથી, તો તમારે ચેનલ ટેબની જેમ તેની સાથે સહન કરવું પડશે. પરંતુ એક એવી રીત છે જેના દ્વારા તમે તમારા WhatsApp એકાઉન્ટમાંથી Meta AI ગાયબ કરી શકો છો.
કેવી રીતે દૂર થશે મેટા AI બટન?
- WhatsAppમાંથી Meta AI બટનને દૂર કરવા માટે, તમે હેલ્પ સેન્ટરની મદદ લઈ શકો છો.
કેવી રીતે લેવી મદદ?
સૌથી પહેલા તો તમારે WhatsApp ખોલવું પડશે અને જમણી બાજુના ત્રણ બિંદુઓ પર ટેપ કરવું પડશે. ત્યાર પછી તમારે વોટ્સએપ સેટિંગ્સમાં જવાનું રહેશે. સેટિંગ્સમાં ગયા પછી તમારે હેલ્પ ઓપ્શનમાં જવું રડશે. આ હેલ્પનું ઓપ્સન તમને છેલ્લાથી બીજા નંબર પર જોવી મળી જશે. હેલ્પ પર ટૅપ કર્યા પછી હેલ્પ સેન્ટર પર ટૅપ કરો. ત્યાર બાદ તમારે Contact Us પર ટૅપ કરવાનું અને Meta AI દૂર કરવા માટે મેસેજ ટાઈપ કરો. ત્યાર બાદ જો કંપની ઈચ્છશે તો તમારા એકાઉન્ટમાંથી મેટા AI બટન હટાવી શકશે.
ટૂંક સમયમાં મળશે Show Meta AI Button ઓપ્સન
જો તમારે આ બધી માથાકૂટમાં ના પડવું હોય તો થોડો સમય રાહ જૂઓ ટૂંક સમયમાં વોટ્સએપ શો મેટા એઆઈ બટન વિકલ્પ લાવી રહ્યું છે. જેની મદદથી તમે મેટા એઆઈ બટનને દૂર કરી શકશો.
આ પણ વાંચો: Google કરતાં 10 ગણું વધુ શક્તિશાળી, ISROનું જિયોપોર્ટલ ‘ભુવન’ શું છે?