ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાતવિશેષ

Biparjoy વાવાઝોડા જેવી કુદરતી આપત્તિ સામે કેવી રીતે બચશો?

  • વાવાઝોડા સામે પૂર્વ તૈયારી અને સુરક્ષા
  • “આપત્તિ સામે પૂર્વ તૈયારી એ જ ઉપાય”
  • આવો, વાવાઝોડા જેવી કુદરતી આપત્તિ સામે સ્વબચાવ કરીએ

લોકો હોય કે તંત્ર આફત સમયે અગાઉથી જેટલી જાગૃતિ અને જાણકારી હોય તેમજ તેના બચવા અંગે ઉપાયો હાથ વગા હોય તો આફતોની અસર ઘટાડી શકાય છે. ભૂકંપ, પૂર, વાવાઝોડું, આગ, અકસ્માત, વગેરે જેવી કુદરતી કે માનવસર્જિત આપત્તિઓને સંપૂર્ણ રીતે અટકાવી શકાતી નથી, પરંતુ થોડીક કાળજી અને સજાગતાથી તેનાથી થતી જાન-માલની તથા તેની તીવ્રતામાં ઘટાડો ચોક્કસથી કરી શકાય છે. તો, આવો જાણીએ આ વાવાઝોડા રુપી કુદરતી આફથી કેવી રીતે બચી શકાય?

vavzhodu-1-hdnews

અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત બિપરજોયને લઇ ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. બંદરો પર ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યાં છે. તાલુકાકક્ષાના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરવામાં આવ્યો છે. પરંતુ તંત્ર સાથે આપણી પણ કેટલીક સ્વબચાવ માટેની નૌતિક જવાબદારી છે. કેવી રીતે બચશો વાવાઝોડાથી? વાંચો આ ઉપાયો….

vavjhodu-5-hdnews

        વાવાઝોડા પહેલાની તૈયારી:

  • રહેઠાણની મજબૂતીની ખાતરી કરી લો અને બાંધકામને લગતી ક્ષતિઓ દૂર કરો.
  • સમાચારો અને ચેતવણીઓ સતત સાંભળતા રહો.
  • આપના રેડીયો સેટને ચાલું હાલતમાં રાખો, ચકાસી લો.
  • સ્થાનિક અધિકારીઓના સતત સંપર્કમાં રહેવા પ્રયત્ન કરો.
  • ઢોર-ઢાંખરને ખૂંટાથી છુટા કરી રાખો.
  • માછીમારોએ દરિયામાં જવું નહીં, બોટ સલામત સ્થળે લાંગરવી.
  • અગરિયાઓએ સલામત સ્થળે ખસી જવું.
  • આશ્રય લઈ શકાય તેવા ઉંચા સ્થળો ધ્યાન રાખો.
  • સુકો નાસ્તો, પાણી, ધાબળા, કપડાં અને પ્રાથમિક સારવારની કીટ સાથે રાખો.
  • અગત્યના ટેલીફોન નંબર હાથ વગા રાખો.

vavzodu-2-hdnews

     વાવાઝોડા દરમિયાન તકેદારીના પગલા:

  • જર્જરીત મકાન કે વૃક્ષ નીચે આશ્રય ન લેવા માટે સમજ આપવી.
  • રેડિયો પર સમાચાર સાંભળતા રહો અને સૂચનાઓનો અમલ કરો.
  • વાવાઝોડા સમયે બહાર નીકળવાનું સાહસ કરવું નહીં.
  • વાવાઝોડાના સમયે રેલ મુસાફરી કે દરિયાઇ મુસાફરી હિતાવહ નથી.
  • વીજ પ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવા સલાહ આપી આપવી.
  • દરિયા નજીક, ઝાડ નીચે કે વીજળીના થાંભલા કે લાઈનો નજીક ઊભા રહેશો નહીં.
  • વીજળીના થાંભલાથી દૂર રહેવા સલાહ આપવી.
  • માછીમારોને દરિયામાં જતા રોકવા અને હોડીઓ સલામત સ્થળે રાખવી.
  • અગરિયાઓ અગરો છોડી સલામત સ્થળે આશરો લેવો.
  • ખોટી અથવા અધૂરી જાણકારી વાળી માહિતી અર્થાત અફવા ફેલાવતી અટકાવો
  • આધારભૂત સૂચનાઓને અનુસરો.

vavzodu-4hdnews

         વાવાઝોડા બાદ કરવાની કાર્યવાહી:

  • બચાવ કામગીરી માટે ફાયર બ્રિગેડ, પોલીસ મ્યુનિસિપાલિટી કંટ્રોલરૂમ તથા તમામ અધિકારીઓની મદદ લેવી.
  • અસરગ્રસ્તોની મદદ કરવી બચાવ કરવો, સલામત સ્થળે લઈ જવા.
  • જરૂર પડે તબીબી સારવાર તાત્કાલીક મળી રહે તેવી વ્યવસ્થા કરવી.
  • ભારત સરકારના હવામાન ખાતા તરફથી મળતી આગાહીઓને અનુસરવી તથા સતત સંપર્કમાં રહેવું.
  • અસરગ્રસ્તોને જરૂરી મદદ ઉપલબ્ધ કરાવવી

vavzodu-3-hdnews

મહત્વનું છે કે, ગુજરાતમાં રાજ્યના પશ્ચિમ કાંઠે આવેલા સૌરાષ્ટ્ર અને કચ્છ સૌથી વધુ વાવાઝોડા સંભવિત વિસ્તારો છે, વેરાવળ, પોરબંદર, જામનગર, દ્વારકા, ઓખા, કંડલા, ભાવનગર અને અન્ય લઘુ બંદરમાં વાવાઝોડાની સંભાવના રહે છે. યાદ રાખો, આપત્તિ પરતત્વેની તમારી સજાગતા અને સતર્કતા વિનાશકારી વાવાઝોડાની અસરને હળવી કરે છે.

આ પણ વાંચો: Breaking News: ‘બિપરજોય’ પાકિસ્તાન તરફ ફંટાશે! શું કહ્યુ હવામાન વિભાગે?

Back to top button