યુટિલીટીસાયન્સ એન્ડ ટેકનોલોજી
ટ્રેન ક્યાં પહોંચી એ કેમ ખબર પડે? આ રીતે કરો ટ્રેનને ટ્રેક


ઘણી વખત રેલવે સ્ટેશને પહોંચીએ પછી ખબર પડે કે ટ્રેન તો કલાક-બે કલાક મોડી છે. ટ્રેન અંગેની માહિતી માટે રેલવેનો હેલ્પલાઈન નંબર તો છે પરંતુ એ નંબર જવાબ મળે એવુ દર વખતે બનતું નથી. એટલે ટ્રેન સમયસર છે, મોડી છે, કેટલી મોડી છે એ જાણવુ મુશ્કેલ થાય છે.
જોકે આ જાણકારી મેળવવાના એકથી વધારે સરળ રસ્તા છે. ઘણી એવી વેબસાઈટો છે, જેમાં તમારી ટ્રેનનો નંબર નાખવાથી તેનું લાઈવ સ્ટેટસ જોવા મળશે. આવી વેબસાઈટ્સ પર ટ્રેન નંબર દ્વારા જાણી શકાય છે કે ગાડી અત્યારે ક્યાં પહોંચી છે. છેલ્લે ક્યા સ્ટેશને હતી. આગામી સ્ટેશને કેટલા વાગે પહોંચશે. કેટલી મોડી પડવાની શક્યતા છે.
આ રહી વેબસાઇટ્સ અને એપ્સ
આ માટેની કેટલી વેબસાઈટો પણ નોંધી લઈએ
- enquiry.indianrail.gov.in/
- www.railyatri.in
- etrain.info/live-train-status
- runningstatus.in/
- www.railmitra.com
- www.confirmtkt.com
- www.trainman.in
આ પણ વાંચો: સાચવજો…લોન આપવાના નામે તમારો ફોન હેક તો નથી થયો ને..
આવી ઘણી સાઈટ્સ પર જઈને ટ્રેનનું લાઈવ ટ્રેકિંગ કરી શકાય છે.