કેવી રીતે જાણશો તમારી ધન રેખા વિશે !
હસ્તરેખા શાસ્ત્ર અનુસાર, અનામિકા આંગળી અને તર્જની(સૌથી નાની આંગળી) આંગળીના નીચે ઉભી રેખાને ધન રેખા કહેવામાં આવે છે. ધનરેખાની મદદથી વ્યક્તિના આર્થિક લાભ અને આર્થિક સ્થિતિને વિશે જાણી શકાય છે. હથેળીમાં ધન રેખા વિશે જણતા પહેલા એ જાણવું આવશ્યક છે કે ધન રેખા ક્યા હાથમાં આવેલી હોય છે.
આ પણ વાંચો : ક્યારે છે કાલ ભૈરવ જયંતી જાણો સાચી તારીખ અને તિથિ !
હસ્તરેખા શાસ્ત્ર મુજબ, વ્યક્તિના જીવનમાં સફળતા મેળવવા અને ધનવાન બનવા માટે ભાગ્યનો સાથ મળવો ખૂબ જ જરૂરી છે. વ્યક્તિના જીવનમાં ભાગ્ય, સ્વાસ્થ્ય અને ધન સબંધિત રેખાઓ જોવા મળે છે. હાથની રેખા પરથી વ્યક્તિના જીવનની ભવિષ્યવાણી કરી શકાય છે. હસ્તરેખા અનુસાર અનામિકા અને તર્જની આંગળીના નીચે સીધી ઉભી લાઈનને ધન રેખા કહેવામા આવે છે. ધન રેખાના માધ્યમથી વ્યક્તિના જીવનની આર્થિક સ્થિતિ જાણી શકાય છે. જાતકોએ ધન રેખાને ક્યા હાથમાં જોવી જોઈએ.
ક્યાં હાથમાં હોય છે ધન રેખા ?
કેટલાક લોકોનું એવું માનવું છે કે, પુરુષોના જમણા હાથમાં અને સ્ત્રીઓના ડાબા હાથની હથેળીમાં ધન રેખા હોય છે. પરંતુ હસ્તરેખા શાસ્ત્ર અનુસાર, જાતકો જે હાથનો ઉપયોગ સૌથી વધારે કરતા હોય છે તે હાથની ધન રેખા દ્વારા જાતકોની આર્થિક સ્થિતિની ભવિષ્યવાણી કરવામાં આવે છે. જો હાથમાં સીધી ઉભી રેખા હોય તો તેનો અર્થ તે જાતકોના ભવિષ્યના જીવનમાં વધારે ધન અર્જિત કરશે. જો ધન રેખા વાંકી-ચૂંકી રેખા હોય તો આવા જાતકોના હાથમાં ધન સ્થિર રહેતુ નથી એટલે કે જીવનમાં ધનની આવન-જાવન બની રહે છે.
આ પણ વાંચો :શું છે શુભ-અશુભ મુહૂર્ત, જાણો કેવી રીતે બને છે શુભ મુહૂર્ત ?
ધન રેખા કેવી હોવી જોઈએ ?
જ્યારે ધન રેખા કપાયેલી હોય ત્યારે જાતકના જીવનમાં સંઘર્ષ બની રહે છે. કેટલાક લોકોના હાથમાં સ્પષ્ટ રેખાઓ જોવા મળતી નથી. જ્યારે કેટલા લોકોના જીવનમાં ભાગ્યરેખા જ ધન રેખાનું કામ કરતી હોય છે. આવા જાતકોને ભાગ્ય દ્વારા જ ધનની પ્રાપ્તિ થતી હોય છે. જે જાતકોની ધન રેખા વળાંક વાળી હોય તો તેનો અર્થ છે કે તેમને ધન કમાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.