ડોપામાઈન હોર્મોનને નેચરલી કેવી રીતે વધારશો? શું થાય છે તેની કમીથી?
- ડોપામાઈનને હેપ્પી હોર્મોન પણ કહી શકો છો. આ હોર્મોનથી જ તમારા મગજ અને શરીરના બાકી અંગો પર સંદેશનું આદાન-પ્રદાન થાય છે. ખાસ કરીને ડોપામાઈન યાદશક્તિ, કંઈક શીખવા, રિવોર્ડ કે મોટિવેશન સાથે જોડાયેલી ભાવનાઓ માટે જવાબદાર છે.
ક્યારેક ને ક્યારેક તો તમારી સાથે પણ એવું થતુ હશે કે તમને ઓફિસ જવાનું મન ન થતું હોય અથવા કોઈ કામમાં મન ન પરોવાતું હોય. તમારો કોઈ પણ રીતે મુડ ન આવતો હોય. તમને થોડી સેડ અથવા કન્ફ્યુઝિંગ ફીલિંગ આવી રહી હોય. આ બધી વાતોનું સૌથી મુખ્ય કારણ એ છે કે તમારા શરીરમાં ડોપામાઈનનું લેવલ ઘટી ગયું હશે. શરીરમાં ડોપામાઈનનું લેવલ ઘટી જાય છે ત્યારે મુડ ખરાબ થાય છે. જાણો ડોપામાઈન ખુશી સાથે કેવી રીતે જોડાયેલું છે. તમે તમારી ખુશીઓથી શરીરમાં તેના સ્તરને કેવી રીતે વધારી શકો છો.
ડોપામાઈન શું છે?
ડોપામાઈનને હેપ્પી હોર્મોન પણ કહી શકો છો. આ હોર્મોનથી જ તમારા મગજ અને શરીરના બાકી અંગો પર સંદેશનું આદાન-પ્રદાન થાય છે. ખાસ કરીને ડોપામાઈન યાદશક્તિ, કંઈક શીખવા, રિવોર્ડ કે મોટિવેશન સાથે જોડાયેલી ભાવનાઓ માટે જવાબદાર છે. જ્યારે તમારા શરીરમાં ડોપામાઈનનું લેવલ વધી જાય છે, ત્યારે તમે સારી અનુભૂતિ કરવા લાગો છો. આ દરમિયાન તમે ઉત્સાહિત દેખાવ છો, પરંતુ જ્યારે તમારા શરીરમાં તેની માત્રા ઘટી જાય છે, તો તમે દુખી કે ઓછા ઉત્સાહિત લાગો છો. આ કારણે તમને બ્રેન ફોગ જેવી સમસ્યાઓ થવાનો ખતરો વધી જાય છે.
ડોપામાઈનનું લેવલ શરીરમાં આ રીતે વધારો
શરીરમાં ડોપામાઈનનું લેવલ નેચરલ રીતે વધારી શકાય છે. એવી ઘણી એક્ટિવીટી છે જે કરવાથી તમારું મગજ ડોપામાઈન હોર્મોનને રિલીઝ કરે છે. જેના કારણે તમે સારી અનુભૂતિ કરો છો. જાણો એવી કઈ એક્ટિવિટી તમે કરી શકો છો.
રોજ એક્સર્સાઈઝ કરો
રોજ એક્સર્સાઈઝ કરવાથી તમારુ મગજ ડોપામાઈન રીલીઝ કરે છે. આ કારણે એક્સર્સાઈઝ કર્યા બાદ તમે સારી અનુભુતિ કરી શકો છો. તેથી બીઝી લાઈફમાંથી પોતાના માટે થોડો સમય કાઢીને એક્સર્સાઈઝ કરો, તો ડોપામાઈન લેવલ વધશે અને તમે સારી અનુભુતિ કરશો.
પૂરતી ઊંઘ લો
શરીરને તંદુરસ્ત રાખવા માટે પૂરતી ઊંઘ લો. જ્યારે આપણે સારી ઊંઘ લઈએ છીએ તો મગજ પાસે રીસેટ અને રિચાર્જ થવાનો સમય ઓછો હોય છે. હેલ્થ એક્સપર્ટ્ની વાત માનીએ તો રાતે સારી ઊંઘ લેવાના કારણે ડોપામાઈન લેવલ વધી જાય છે.
તડકામાં થોડો સમય વીતાવો
જ્યારે આપણે તડકામાં સમય વીતાવીએ છીએ ત્યારે શરીરને વિટામીન-ડી મળે છે. તે તમારી મેન્ટલ હેલ્થ માટે પણ જરુરી હોય છે. જેના કારણે ડોપામાઈનનું લેવલ વધી જાય છે, તેથી સુરજની રોશનીમાં ખાસ બેસો.
પ્રોટીનથી ભરપુર જમો
પ્રોટીનથી ભરપુર વસ્તુઓમાં રહેલુ ટાયરોસિન એક પ્રકારનું એમીનો એસિડ છે, જે ડોપામાઈનને વધારવામાં મદદ કરે છે. આ માટે તમે તમારા ડાયટમાં ઈંડા, દુધ, લીલા પાંદડાવાળા શાકભાજી, અવાકાડો લઈ શકો છો. તેના કારણે ડોપામાઈન લેવલ વધે છે.
આ પણ વાંચોઃ WhatsApp યુઝર્સ માટે લાવી રહ્યું છે આ નવું ફીચર