સોશિયલ મીડિયા પર છવાઈ ગયા આ મનમોહક સાધ્વી, પ્રેમ પામવાનો મંત્ર આપ્યો
પ્રયાગરાજ, 15 જાન્યુઆરી 2025 : મહાકુંભથી કેટલીક તસવીરો વાયરલ થઈ હતી. ત્યારે સાધ્વીના વેશમાં એક મહિલાની તસવીરોએ સોશિયલ મીડિયા પર લોકોના ધ્યાન ખેંચ્યા. તસવીરો અને વીડિયોમાં તેમને સૌથી સુંદર અને ગ્લેમરસ સાધ્વી ગણાવવામાં આવ્યા. જોકે બાદમાં તેમણે કહ્યું કે ‘હું કોઈ સાધ્વી નથી, હજુ તો હું સનાતનને જાણી રહી છું.’ હાલમાં તેમનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
સાધ્વીએ શું કહ્યું
વીડિયોમાં હર્ષા કહે છે, ‘હર હર મહાદેવ, જય શ્રી રામ. ઘણા લોકો મને મેસેજ કરી રહ્યાં છે કે દીદી અમને અમારા પ્રેમ વશમાં કરવો છે જેથી તે અમારી સાથે લગ્ન કરી લે અને ક્યારેય દૂર ન જાય. તો આજે હું તમને એવો મંત્ર જણાવવાની છું જેનાથી તમે તમારા પ્રેમને વશમાં કરી શકો છો. અને તે મંત્ર છે- ॐ ફટ્ સ્વાહા. આ મંત્રનો તમારે દરરોજ 1008 વખત જાપ કરવાનો છે અને આગામી 11 દિવસ સુધી કરવાનો છે. જો બારમાં દિવસ સુધી તમને કોઈ પરિણામ ન મળ્યું તો પાછી કમેન્ટ કરજો, નવો મંત્ર જણાવીશ. હું પોતે શોધી રહી છું.’ આ રીતે ખ્યાલ આવે છે કે આ એક ફની રીલ છે અને આવો કોઈ મંત્ર છે જ નહીં
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o
ઉલ્લેખનીય છે કે હર્ષા રિછારિયા નિરંજની અખાડાના શિષ્યા છે. તેમનો જન્મ યુપીના ઝાંસીમાં થયો બાદમાં તે એમપીના ભોપાલમાં શિફ્ટ થઈ ગયા. માતા-પિતા અત્યારે ભોપાલમાં જ રહે છે. હર્ષાએ ઘણા સમય સુધી મુંબઈ અને દિલ્હી વગેરે શહેરોમાં રહીને કામ કર્યું. બાદમાં તેમનું મન અધ્યાત્મ તરફ વળી ગયુ. ઘણા સમયથી તે ઉત્તરાખંડમાં રહીને સાધના કરી રહ્યાં છે.
આ પણ વાંચો : ગુજરાતના એવાં ગામ જ્યાં રાત્રે ઉજવાય છે ઉત્તરાયણ, કારણ રસપ્રદ