અમદાવાદ: એક જ કેમ્પસમાં બે બિલ્ડિંગ એમાં પણ ગ્રાન્ટેડ શાળામાં સેલ્ફ ફાઇનાન્સ શાળાની મંજૂરી કેવી રીતે? કોંગ્રેસે કર્યો સવાલ!

અમદાવાદ 27 જૂન 2024 : અમદાવાદ શહેરના મણીનગર રામબાગ ખાતે આવેલી જીવકોરબા લલ્લુભાઈ હાઈસ્કૂલ કેમ્પસમાં તાનાશાહ સંચાલન દ્વારા ગેરીતી થઈ રહી હોવાનો આક્ષેપ ગુજરાત યુવા કોંગ્રેસ તથા NSUI દ્વારા કરવામાં આવ્યો છે. જેની રજૂઆત વસ્ત્રાપુર ખાતે આવેલા બહુમાળી ભવનમાં જિલ્લા શિક્ષણ અધિકારીને યુવક કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા ડો. સુબ્હાન સૈયદ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે કેવા પ્રકારની રજૂઆત કરવામાં આવી હતી એમની શું માંગણી હતી જાણીએ વિગતવાર!!!
BU પરમિશન અને ફાયર સેફ્ટી વગર ચાલે છે શાળા
યુવક કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા ડો. સુબ્હાન સૈયદે આ રજૂઆત અંગે એચડી ન્યુઝની ટીમ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે મણિનગર રામબાગ ખાતે આવેલી જીવકોરબા લલ્લુભાઈ હાઈસ્કૂલ કેમ્પસમાં તાનાશાહ સંચાલન દ્વારા ચાલતી ગેરરીતિ બિલ્ડીંગ માં બી. યુ પરમિશન અને ફાયર સેફ્ટી વગર તેમજ શાળાની મંજૂરી વખતે બિલ્ડિંગોમાં હેર ફેર કરી મંજૂરી મેળવી અધિકારીઓને ગુમરાહ કરી મંજૂરી મેળવવી તેમજ એક જ બિલ્ડીંગમાં ચાર શાળા જીવકોરબા લલ્લુભાઈ હાઈસ્કૂલ, PBD જોશી હાઈસ્કૂલ એન્ડ સેકન્ડરી સ્કૂલ, સુભાત્રી પ્રાયમરી સ્કુલ, ડાય ડેન પ્રી સ્કુલ, પ્રશ્ન એ ઉભો થાય છે કે એક જ કેમ્પસમાં બે બિલ્ડિંગમાં અને એ પણ ગ્રાન્ટેડ શાળામાં સેલ્ફ ફાઇનાન્સ શાળાની મંજૂરી કેવી રીતે મળી શકે? જીવકોરબા શાળાના પાંચમાં માળે પતરા નાખી કલાસ બનાવી ભણાવવામાં આવે છે તેમાં સ્પ્રિંકલર વગર ફાયર NOC કેવી રીતે મળી શકે ? તેમજ ભોંયરામાં કોઈપણ ફાયર સેફ્ટી વગર 500 થી વધારે બાળકોને જીવના જોખમે ભણાવવામાં આવે છે.
નિયમ પ્રમાણે ભોંયરામાં મંજૂરી મળી શકતી નથી
NSUI કાર્યકર્તા વિક્રમસિહે અમો સાથે વાત કરતા જણાવ્યું હતું કે આવી ગેરરીતિ થતી હોય તો નિયમ પ્રમાણે ભોંયરામાં મંજૂરી મળી જ ન શકે. શાળાની બિલ્ડીંગમાં કેપેસીટી શિક્ષકોની વાત કરીએ તો લાયકાત વગરના શિક્ષકો તેમજ લાયકાત વગરના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ દ્વારા શાળા ચલાવવામાં આવે છે જાહેર રજાનું સરકાર દ્વારા પરિપત્ર હોવા છતાં મુસ્લિમ સમાજનું પવિત્ર તહેવાર મોહરમ તેમજ બકરી ઈદ હોવા છતાં શાળા ચાલુ રાખી સરકારી ફરમાનનું ઉલ્લંઘન કર્યું તેમજ મુસ્લિમ સમાજની લાગણી દુભાવવાનો કાર્ય કરવામાં આવ્યું છે. જે તમામ મુદ્દા લઈ આજે NSUI અને યુવા કૉંગ્રેસ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી.
આ પણ વાંચો : અમદાવાદઃ રથયાત્રા પહેલા AMC એક્શન મૂડમાં; રૂટ પરની મોટાભાગની જર્જરિત ઇમારતોનું ડિમોલેશન