કચ્છ - સૌરાષ્ટ્રટોપ ન્યૂઝ

કેવી રીતે દુનિયાની સૌથી મોટી ઘડિયાળ બનાવતી કંપનીએ મોરબી પર લગાવી દીધું કલંક ?

મોરબીની વાત આવે ત્યારે ઐતિહાસિક વિરાસત સમાન ગુજરાતના એક માત્ર ઝૂલતા બ્રિજના રિનોવેશન બાદ ચાર દિવસ પહેલા જ ખુલ્લો મુકાયો હતો. ખાનગી કંપનીના સંચાલકે 10 થી 15 વર્ષ સુધી બ્રિજ નહી તૂટે તેવી ડંફસો મારેલી હતી. જોકે બ્રિજ તૂટતા બેદરકારી ભર્યા કામની પોલ ખૂલી ગઈ છે.

આ પણ વાંચો : મોરબીના ઝુલતા બ્રિજની પરવાનગી આપી કોણે, પુલ તુટવાનુ ચોંકાવનારું કારણ સામે આવ્યું

કેટલા કરોડમાં થયું રિનોવેશન ?

અગાઉ ઓરેવા કંપનીના સંચાલક દીપક પારેખે જણાવ્યું હતું કે, કંપનીના જયસુખભાઈ પટેલના ઝુલતા બ્રિજ સાથેના લગાવના કારણે રૂ.2 કરોડના ખર્ચે ઝૂલતા બ્રિજનું રીનોવેશન કામ પૂર્ણ કરાયું છે. ઝૂલતો બ્રિજ લાકડાના પાટીયાના સ્થાને એલ્યુમિનિયમ હનીકોબ ટેકનોલોજીના ઉપયોગથી બનાવાયું હતો.

MORBI BRIDGE COLLAPSE
મોરબીમાં રવિવારે સર્જાયેલી દુર્ઘટનાને પગલે અનેક હતભાગીઓએ જીવ ગુમાવ્યા

ઘટના અંગે નગરપાલિકાના ચીફ ઓફ્સિરે જણાવ્યું હતુ કે, કંપની દ્વારા ફ્ટિનેસ સર્ટીફીકેટ લીધા વિના ઝૂલતા બ્રિજને ખુલ્લો મૂકી દેવાયો હતો. દિવાળીના તહેવારોમાં ટિકિટ દર લાગુ કરી કમાણી કરવા ઉતાવળે બ્રિજ ખુલ્લો મૂકી દેવાયો હોવાની ગંભીર બેદરકારી સામે આવી છે. તે સરકારી ટેન્ડર હતું. ઓરેવા ગ્રૂપે પુલ ખોલતા પહેલા તેના નવીનીકરણ અને ગુણવત્તાની તપાસની વિગતો આપવાનું હતું, પરંતુ તેણે તેમ કર્યું ન હતું.

આ પણ વાંચો : મોરબીઃ કઈ રીતે તૂટ્યો ઝૂલતો પુલ, CCTV ફુટેજથી સામે આવ્યા હ્રદયદ્રાવક દ્રશ્યો

આ બ્રિજ 26 ઓક્ટોબરે કોઈની પરવાનગી વિના ફરીથી ખોલવામાં આવ્યો હતો અને ચાર દિવસ પછી, આ પુલ સેંકડો લોકોના મોતનું કારણ બની ગયો હતો. મોરબી મ્યુનિસિપલ એજન્સીના વડા સંદીપ સિંહ ઝાલાએ જણાવ્યું હતું કે ઓરેવા કંપનીએ બ્રિજ ખોલતા પહેલા અધિકારીઓ પાસેથી ફિટનેસ પ્રમાણપત્ર મેળવ્યું ન હતું. જેના કારણે ઘણાં સવાલો ઉઠી રહ્યા છે. જેની પર પણ ચોક્કસ કાર્યવાહી હાથ ધરાશે ક નહીં ?

OREVA- HUM DEKHNEGE NEWS
ઓરેવાના માલિક સામે કોઈ ફરીયાદ નહીં

કેવી રીતે મળ્યો કોન્ટ્રાક્ટ ?

મોરબીની સ્થિતિ, જે સસ્પેન્શન બ્રિજની જાળવણી માટે જવાબદાર છે, તે ઓરેવા ગ્રુપ અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રાઈવેટ લિમિટેડ તરીકે પણ જાણીતું છે. કંપની દિવાલ ઘડિયાળોથી લઈને ઈ-બાઈક અને ઈલેક્ટ્રીકલ બલ્બ સુધીની દરેક વસ્તુનું ઉત્પાદન કરે છે. અકસ્માત બાદ કંપની લોકોના નિશાના પર આવી ગઈ છે. બ્રિજની જાળવણીની કામગીરી હાથ ધરતા પહેલા કંપનીએ દાવો કર્યો હતો કે તે અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બ્રિજને એવી રીતે વિકસાવવા માંગે છે કે જે મોરબીને એક નવી ઓળખ આપે, જે પહેલાથી જ દિવાલ ઘડિયાળોના ઉત્પાદન માટે જાણીતું છે.

ઓધવજી પટેલ ઓરેવા ગ્રુપના સ્થાપક હતા. કંપનીનો બિઝનેસ હાલમાં વિશ્વના 45 દેશોમાં ફેલાયેલો છે. કંપનીમાં લગભગ 7000 કર્મચારીઓ છે, જેમાંથી 5000 મહિલાઓ છે. ઘડિયાળો અને ઈ-બાઈક બનાવવા ઉપરાંત કંપની ખેડૂતો માટે વોટર હાર્વેસ્ટિંગનું કામ પણ કરે છે. કંપની એનર્જી સેવિંગ એલઇડી બલ્બ, કેલ્ક્યુલેટર અને ટાઇલ્સનું પણ ઉત્પાદન કરે છે. કંપની ગુજરાતના મોરબી અને કચ્છ જિલ્લામાં ઓરેવા બ્રાન્ડ નામ હેઠળ નાસ્તાના વ્યવસાય સાથે પણ સંકળાયેલી છે

Back to top button