ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

મોરબીઃ કઈ રીતે તૂટ્યો ઝૂલતો પુલ, CCTV ફુટેજથી સામે આવ્યા હ્રદયદ્રાવક દ્રશ્યો

મોરબીઃ ગુજરાતના મોરબી બ્રિજ દુર્ઘટનાના CCTV ફુટેજ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે લોકો બ્રિજ પર સેલ્ફી લેતા અને મોજમસ્તી કરતા હતા. ત્યારે ક્ષણવારમાં જ બ્રિજ પડી જાય છે અને સેંકડો લોકો નદીમાં પડે છે.

35 સેકન્ડના આ વીડિયોમાં જોઈ શકાય છે બ્રિજ પર ઘણી જ ભીડ જોવા મળે છે. અચાનક જ બ્રિજ તૂટી જવાને કારણે સેંકડો લોકો પાણીમાં ખાબકે છે.

140થી વધુના મોત
મોરબીમાં રવિવારે ઝૂલતો પુલ તૂટી પડતા અનેક લોકોના મોત થયા છે. એક આંકડા પ્રમાણે પુલ તૂટી પડવાને કારણે મૃત્યુઆંક 140ને પાર કરી ગયો છે. જ્યારે આ ઘટનામાં 70 લોકો ઘાયલ થયા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બાકીના લોકોને નદીમાંથી બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 177 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

રવિવારની સાંજે મચ્છુ નદીમાં કેબલ બ્રિજ અચાનક તૂટી પડતાં અનેક લોકો નદીમાં પડી ગયા હતા. આ પુલ તાજેતરમાં નવીનીકરણ બાદ કાર્યરત કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોસ્પિટલ પહોંચ્યા અને ઘાયલોને મળ્યા. તેમણે પુલ તૂટી પડ્યા બાદ સમીક્ષા બેઠક પણ યોજી હતી, જેમાં તેમના કેબિનેટ મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને આરોગ્ય વિભાગના અધિકારીઓએ હાજરી આપી હતી. આ દરમિયાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. ઘટનાની તપાસ માટે SITની પાંચ સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે.

પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી
રાત્રે 1 વાગ્યાની આસપાસ હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, અનેક લોકો ગુમાવ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે તમામ કાર્યક્રમ મીટિંગ રદ કરી નાખી. વડોદરાથી મોરબી પહોંચ્યા છે. મુખ્યમંત્રીએ ઘટનાસ્થળનું નિરિક્ષણ કર્યું, હોસ્પિટલમાં અનેક દર્દીઓને મળ્યા, તેમના પરિવારજનોને મળ્યા, હોસ્પિટલ સ્ટાફ અને તંત્રને સૂચના આપી કે, કોઈપણ દર્દીને સારવારમાં તકલીફ ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવે. સિવિલ હોસ્પિટલ ઉપરાંત પ્રાઈવેટ હોસ્પિટલમાં પણ વ્યવસ્થા કરવામાં આવી. ડેમની દિવાલ તોડીને પાણી વહેવાનું ચાલુ થઈ ગયું છે.

બ્રિજનો એક ભાગ કાપવો જરૂરી હતી, જે રાજકોટથી મશીન મંગાવવામાં કાપી દેવામાં આવ્યો છે, જ્યારે બીજો ભાગ પણ કાપી દેવામાં આવશે. આર્મીની ટીમ આવી પહોંચી ગઈ છે, એનડીઆરએફની બીજી ટીમ પણ આવી જશે. નેવી અને એરફોર્સની ટીમ પણ આવી જશે. આખી રાત બચાવ કામગીરી ચાલશે. બ્રિજેશ મેરજા હોસ્પિટલમાં કામગીરીનું નિરિક્ષણ કરશે. હું પોતે આખી રાત અહીં છું. કોઈને પણ તકલીફ હોય તો, તેઓ અમને મળી શકે છે. સીએમ પટેલ મોરબીમાં છે, કલેક્ટર કચેરીમાંથી તમામ વસ્તુઓનું નિરિક્ષણ કરી રહ્યા છે.

Back to top button