- સૌરવ ગાંગુલીએ પ્રાઈવસી માટે અપનાવ્યો આ રસ્તો હતો
- આ ઘટનાને વિશે આત્મકથા ‘સેન્ચ્યુરી ઈઝ નોટ ઈનફ’ લખી
- ગાંગુલીને દુર્ગા વિસર્જન ખૂબ પસંદ
કોલકાતા, 9 એપ્રિલ: સેલિબ્રિટી લોકોને અપાર લોકચાહના મળતી હોય છે. પરંતુ ક્યારેક આ જ લોકચાહના તેમના જીવનમાં અનેક પ્રકારના પ્રશ્નો ઊભા કરતી હોય છે. આમ સેલિબ્રિટીઓને એ બધું જ મળતું હોય છે જે સામાન્ય માણસને કદાચ નથી મળતું પરંતુ ફેમસ થવાના કારણે સેલિબ્રિટીઓને સૌથી મોટો પ્રશ્ન પ્રાઈવસીનો પજવતો હોય છે. આથી જાહેર જીવનની વ્યક્તિઓ દ્વારા પોતાની પ્રાઈવસી જાળવવા માટે અવનવા પ્રયોગો કરાતા હોય છે. આ પ્રકારનો પ્રયોગ કરવા જતા ‘પ્રિન્સ ઓફ કોલકાતા’ અને જાણીતા ક્રિકેટર સૌરવ ગાંગુલી પકડાઈ ગયા હતા.
સરદારજીના ગેટઅપમાં વિસર્જન જોવા પહોંચી ગયો ગાંગુલી
સૌરવે પોતાની આત્મકથા અ ‘સેન્ચ્યુરી ઈઝ નોટ ઈનફ’માં આ ઘટના વિશે વિસ્તારપુર્વક જણાવ્યું છે. તેઓએ લખ્યું છે કે, ‘દરેક બંગાળીની જેમ મારો પણ દુર્ગાપૂજા ફેવરિટ તહેવાર છે. મને દુર્ગાપૂજા એટલી ગમે છે હું હંમેશા પ્રયત્ન રહેતો હોય છે કે પુજાના છેલ્લા દિવસે દેવીમાંની વિસર્જન યાત્રામાં ભળું. આ એ દિવસ છે જે માં દુર્ગાને ગંગામાં વિસર્જિત કરવામાં આવે છે.તે સમયે ઘાટની આસપાસ એટલી બધી ભીડ હોય છે કે એક વાર પોતાની કેપ્ટન્સીના દિવસોમાં હું વિસર્જન ઘાટ પર વેશ બદલીને હરભજનસિંહના બિરાદરીનો માણસ બનીને જવાનું નક્કી કર્યું હતું.હું ત્યાં સરદારજીના વેશમાં પહોંચી ગયો હતો.’
પત્ની ડોનાએ મદદ કરી
સૌરવ લખે છે કે, ‘આવામાં મારા લોકોની વચ્ચે ઘેરાય જવાનો પણ ખતરો હતો પણ પરિવારના લોકોની સાથે ટ્રકમાં બેસીને દેવીમાંના વિસર્જનમાં જવા માટેનો મોહ આના કરતા વધારે પ્રબળ હતો. પત્ની ડોનાએ આ માટે ખાસ મેકઅપ આર્ટિસ્ટની વ્યવસ્થઆ કરી હતી જે ઘરે આવીને મને હાર્ડકોર બંગાલીમાંથી અસલી પંજાબી જેવો સરદારજી મને બનાવી ગયો. જોકે સંબંધીઓ એમ કહીને મારી મજાક ઉડાવી હતી કે હું ઓળખાય જઈશ પણ મેં આ ચેલેન્જ સ્વીકારી લીધી હતી. પણ તેઓ સાચા સાબિત થયા. પોલીસે મને ટ્રક પર ઊભા રહેવાની પરવાનગી નહોતી આપી અને મને દીકરી સનાની સાથે તેના ટ્રકની પાછળ પાછળ જવું પડ્યું.’
છેવટે ઘાટ પર ઓળખ પકડાઈ ગઈ
ગાંગુલી આગળ લખે છે કે, ‘ જેવી મારી કાર બાબૂઘાટ પાસે પહોંચી, એક પોલીસ ઈન્સપેક્ટર મને ધ્યાનથી જોઈે તરત જ ઓળખી ગયો અને હસી પડ્યો. હું શરમાઈ ગયો અને તેને આ રાજને એના સુધી જ સીમિત રાખવાનું કહ્યું.આટલી બધી માથાકુટ એમનેમ નહોતી કરી. નદીની પાસે વિસર્જનનો દ્રશ્ય અદભુત હોય છે, આ સમજવા માટે તમારે ત્યાં હાજર રહેવું પડે. છેવટે દુર્ગા માં આખા એક વર્ષ પછી પાછા આવતા હોય છે.’
આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ 2024માં કયા ખેલાડીઓનાં પત્તાં કપાઈ શકે છે?