ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હવે હું કયા મોઢે ના પાડું?: NDAમાં સામેલ થવા પર જયંત ચૌધરીની પ્રથમ પ્રતિક્રિયા

  • રાષ્ટ્રીય લોક દળના ચીફ જયંત ચૌધરી તેમના દાદા ચૌધરી ચરણસિંહને ભારત રત્ન મળવાથી ખુશ

નવી દિલ્હી, 9 ફેબ્રુઆરી: કેન્દ્ર સરકારે આજે શુક્રવારે મોદી સરકારે RLD ચીફ જયંત ચૌધરીના દાદા અને પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી. જેથી રાષ્ટ્રીય લોક દળ (RLD) ચીફ જયંત ચૌધરી તેમના દાદા અને દેશના પૂર્વ પીએમ ચૌધરી ચરણસિંહને ભારત રત્ન મળવાથી ખૂબ જ ખુશ છે. સરકારની જાહેરાત બાદ તેમણે કહ્યું કે, “આજનો દિવસ દેશ માટે મોટો દિવસ છે. હું લાગણીશીલ છું. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિનો આભાર વ્યક્ત કરું છું. દેશ તેમનો આભાર માને છે. વડાપ્રધાન મોદી દેશની નાડી સમજે છે. આજે ખેડૂતો અને મજૂરોનું સન્માન કરવામાં આવી રહ્યું છે. અન્ય કોઈ સરકાર પાસે આવું કરવાની ક્ષમતા નહોતી. આજે મને મારા પિતા અજીતસિંહ યાદ આવ્યા.” હવે જયંત ચૌધરી એનડીએમાં જોડાશે તે લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. આ દરમિયાન જ્યારે તેમને ભાજપ સાથે હાથ મિલાવવાનો પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે જયંત ચૌધરીએ કહ્યું કે, ‘હવે હું કેવી રીતે ના પાડી શકું?’

 

 

 

બે-ત્રણ દિવસમાં ગઠબંધનની થઈ શકે છે જાહેરાત

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, ભાજપ અને RLD વચ્ચે ગઠબંધન ફાઈનલ થઈ ગયું છે. RLD લોકસભાની 2 બેઠકો પર ચૂંટણી લડશે. આ બે બેઠકો બાગપત અને બિજનૌર હશે. આ સિવાય જયંત ચૌધરીની પાર્ટી RLDને પણ એક રાજ્યસભા સીટ આપવામાં આવશે. બે-ત્રણ દિવસમાં બંને પક્ષો વચ્ચે ગઠબંધનની જાહેરાત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વિરોધ પક્ષો સતત દાવો કરી રહ્યા છે કે જયંત ચૌધરી અને તેમની પાર્ટી આરએલડી ‘ઈન્ડિયા’ બ્લોકનો ભાગ છે અને સામાન્ય ચૂંટણીમાં સાથે મળીને લડશે. જોકે, જયંત ચૌધરીએ આ અંગે મૌન જાળવી રાખ્યું છે. એવું કહેવાય છે કે, તેણે પોતાના દરવાજા બંને બાજુ ખુલ્લા રાખ્યા છે.

 

 

ગત ચૂંટણીમાં એકપણ બેઠક જીતી ન હતી

પશ્ચિમ યુપીને જાટ, ખેડૂત અને મુસ્લિમ પ્રભુત્વ ધરાવતો વિસ્તાર માનવામાં આવે છે. અહીં લોકસભાની કુલ 27 બેઠકો છે અને 2019ની ચૂંટણીમાં ભાજપે 19 બેઠકો જીતી હતી. જ્યારે 8 બેઠકો વિપક્ષી ગઠબંધન દ્વારા કબજે કરવામાં આવી હતી. જેમાંથી 4 સપાના ખાતામાં અને 4 બસપાના ખાતામાં આવી હતી. પરંતુ, RLD એક પણ સીટ જીતી શકી નથી. જયંત ચૌધરીને પણ પશ્ચિમ યુપીમાં જાટ સમુદાયનું સમર્થન મળ્યું નથી. આટલું જ નહીં, જયંત ચૌધરી 2014ની ચૂંટણીમાં નિરાશ થયા હતા અને તેમને એક પણ બેઠક મળી ન હતી.

આ પણ જુઓ: બ્રેકિંગ ન્યૂઝઃ સ્વામીનાથન, નરસિંહ રાવ તથા ચરણસિંહને ભારતરત્ન એનાયત થશે

Back to top button