લક્ષદ્વીપ કેટલું તૈયાર છે પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા?
- તાજેતરમાં જ સરકારે લક્ષદ્વીપને લઈને સંપૂર્ણપણે નવી અને આક્રમક યોજના બનાવી છે. જેના કારણે આખી દુનિયામાં લક્ષદ્વીપનો ડંકો વાગશે તે નક્કી છે, પરંતુ હાલની સ્થિતિ પર એક નજર કરીએ.
લક્ષદ્વીપ, 15 જાન્યુઆરીઃ ભારત-માલદીવ વિવાદની વચ્ચે સોશિયલ મીડિયા પર ચલો લક્ષદ્વીપ કેમ્પેઈન ચાલી રહ્યું છે. કેટલાય સેલિબ્રિટીઝે પોતાની માલદીવની ટ્રિપ કેન્સલ કરીને લક્ષદ્વીપ જવાનો પ્લાન કર્યો છે. હવે લક્ષદ્વીપ તરફ પ્રવાસીઓનો ધસારો વધશે તે વાત નક્કી છે. જોકે લક્ષદ્વીપ પ્રવાસીઓના આ ધસારાને પહોંચી વળવા માટે કેટલું તૈયાર છે તે પણ મહત્ત્વનો મુદ્દો છે. લક્ષદ્વીપને ભારતનું મુખ્ય પ્રવાસન સ્થળ બનાવવાના પ્રયાસો કેન્દ્ર સરકારે શરૂ કરી દીધા છે. તાજેતરમાં જ સરકારે લક્ષદ્વીપ માટે સંપૂર્ણપણે નવી અને આક્રમક યોજના બનાવી છે.
હાલમાં માત્ર 150 હોટલ રૂમ
અત્યારે લક્ષદ્વીપની હાલત નાજુક છે. તે મોટી સંખ્યામાં ટુરિસ્ટો સંભાળી શકે તેમ નથી. અહીં હાલમાં માત્ર 150 હોટલ રૂમ છે. અહીં ફ્લાઈટ્સ પણ ઓછી છે. અહીંની ઈકોસિસ્ટમ ખૂબ જ સેન્સિટીવ છે.
અહીં માત્ર 10 દ્વીપ પર રહે છે લોકો
લક્ષદ્વીપમાં 36 દ્વીપ છે. તેમાંથી માત્ર 10 પર જ લોકો રહે છે. તેમાં કરવત્તી, અગત્તી, અમિની, કરમત, કિલાતન, ચેતલાટ, બિટ્રા, આનદોહ, કલ્પની અને મિનિકૉય સામેલ છે. વર્તમાનમાં લક્ષદ્વીપની 8થી 10 ટકા વસ્તી પર્યટન પર નિર્ભર છે. મોટાભાગના લોકો માછીમાર છે અને કેટલાક લોકો નારિયેળની ખેતી કરે છે.
પર્યટકોએ આપવો પડશે સહમતિ પત્ર
અહીંના એનસીપી સાંસદ ફૈઝલે જણાવ્યું કે અહીં આપણે ઈંટીગ્રેટેજ આઈલેન્ડ મેનેજમેન્ટ પ્લાનના આધારે વિકાસ કરી શકીએ છીએ. તેનો ઉલ્લેખ જસ્ટિસ રવિન્દ્રમ પંચના રિપોર્ટમાં પણ કરાયો છે. આ પંચને લક્ષદ્વીપના વિકાસ માટે બનાવાયું હતો. પંચે દ્વીપોની વહન ક્ષમતા અને આવનારા પર્યટકોની સંખ્યા અંગે અનેક સૂચનો કર્યાં છે. હાલમાં લક્ષદ્વીપ હાઈટેક સુવિધાઓ વાળા પર્યટન પર ધ્યાન આપી રહ્યું છે. અમે ટુરિસ્ટના સહારે રેવેન્યુ એકઠી કરવા પર ધ્યાન આપી રહ્યા છે. જે લોકો આગળ આવવા ઈચ્છે છે તેમણે સહમતિ આપવી પડશે કે તેઓ પર્યાવરણને નુકશાન નહીં પહોંચાડે.
આ પણ વાંચોઃ ચાલતી ટ્રેનમાં ઇલેક્ટ્રિક કિટલીમાં પાણી ઉકાળવું મુસાફરને મોંઘું પડ્યું, જાણો શું થયું?