ટ્રેન્ડિંગમનોરંજન

51 વર્ષની ઉંમરે રામ કપૂરે કેવી રીતે ઘટાડ્યું 55 કિલો વજન, સર્જરીની અટકળો પર અભિનેતાનો જવાબ

  • ટીવી અને ફિલ્મ અભિનેતા રામ કપૂરે ટોન્ડ બોડી મેળવીને અને ફેટ ઘટાડીને ખુદનું જે ટ્રાન્સફોર્મેશન કર્યું છે, તે યંગસ્ટર્સને પણ માત આપી રહ્યું છે

6 ફેબ્રુઆરી, મુંબઈઃ જાણીતા અભિનેતા રામ કપૂર તેમના અદ્ભુત ટ્રાન્સફોર્મેશનને કારણે ચર્ચામાં છે. 51 વર્ષની ઉંમરે રામ કપૂરે 55 કિલો વજન ઘટાડીને બધાને ચોંકાવી દીધા છે. એટલું જ નહીં તેણે ટોન્ડ બોડી મેળવીને અને ફેટ ઘટાડીને ખુદનું જે ટ્રાન્સફોર્મેશન કર્યું છે, તે યંગસ્ટર્સને પણ માત આપી રહ્યું છે. આ દરમિયાન એવા સમાચાર આવવા લાગ્યા કે રામ કપૂરે વજન ઘટાડવા માટે કોઈ સર્જરી કરાવી છે. હવે અભિનેતાએ આ સમાચારો પર પ્રતિક્રિયા આપી છે અને સત્ય જણાવ્યું છે. આ સાથે તેણે પોતાની ફિટ ટુ ફેટ જર્ની વિશે પણ ખુલાસો કર્યો છે.

રામ કપૂરે શેર કર્યો વીડિયો

રામ કપૂરે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પોતાની ટોન્ડ બોડી અને મસલ્સને ફ્લોન્ટ કરી રહ્યો છે. વીડિયોમાં તે કહે છે ‘હેલો મારી ઈન્સ્ટા ફેમિલી, તમે કેમ છો?’ અચાનક આ સમાચાર વાયરલ થઈ રહ્યા છે અને ઘણા લોકો મને પૂછી રહ્યા છે કે શું મેં વજન ઘટાડવા માટે સર્જરી કરાવી છે. સૌ પ્રથમ, સર્જરી કરાવવામાં કંઈ ખોટું નથી. પણ હવે ૩૦ સેકન્ડથી ઓછા સમયમાં હું તમને સાબિત કરીને બતાવીશ કે મેં કોઈ સર્જરી કરાવી નથી. ત્યારબાદ રામ કપૂર પોતાના હાથ અને મસલ્સ બતાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Ram Kapoor (@iamramkapoor)

હું થોડા મહિનામાં 6 પેક એબ્સ બનાવીશ

રામ વીડિયોમાં આગળ કહે છે, ‘મારી કોઈ બેસ્ટ બોડી નથી, પરંતુ મુદ્દો એ છે કે આ પ્રકારના ટ્રાન્સફોર્મેશન માટે સખત મહેનત અને કલાકોના હાર્ડ વર્કની જરૂર પડે છે. કોઈ શોર્ટકટ નથી, કોઈ સર્જરી નથી… સર્જરી ફક્ત વજન ઘટાડવામાં મદદ કરી શકે છે, પણ શરીરને શેપ આપી શકતી નથી. હું ચારથી છ મહિનાની અંદર ટાઈટ સિક્સ પેક એબ્સ મેળવીશ. તેના માટે સખત મહેનત લાગશે. તમે લોકો સમજો છો! પરંતુ જે કોઈએ સર્જરી કરાવી છે, તેનું શું થયું છે? વજન ઘટાડવા માટે તે સારો ઓપ્શન છે, પરંતુ ડોલે શોલે મેળવવા માટે નહિ. આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે ‘શું તમે લોકો હવે મારા પર વિશ્વાસ કરશો?’

રામ કપૂર ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીનું એક મોટું નામ છે. તેમના ટીવી શો ‘કસમ સે’, ‘બડે અચ્છે લગતે હૈ’, ‘કર લે તુ ભી મોહબ્બત’, ‘ઝિંદગી કે ક્રોસ રોડ’ ખૂબ જ લોકપ્રિય રહ્યા છે. આ ઉપરાંત, તે ‘માઈ’, ‘મેરે ડેડ કી મારુતિ’, ‘હમશકલ્સ’, ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ જેવી ઘણી પ્રખ્યાત ફિલ્મોમાં પણ જોવા મળ્યો છે.

આ પણ વાંચોઃ ઉદિત નારાયણના કિસ વિવાદ પર ઉર્ફીએ કહ્યું, પાપા હી બડા નામ કરેંગે!

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button