કેટલા દિવસમાં બદલવું જોઈએ તકિયાનું કવર? બેદરકારી બગાડી શકે છે તબિયત
- ઘણા બધા તકિયા લઈને સુવામાં ખોટું કશું જ નથી. આ બાબત અનહેલ્ધી ત્યારે બને છે જ્યારે તકિયાનું કવર બદલવામાં ન આવે
HD ન્યુઝ ડેસ્કઃ આરામદાયક ઊંઘ માટે બેડ પર ઓશીકું હોવું જરૂરી છે. કેટલાક લોકો એકથી વધુ તકિયા લઈને સૂઈ જાય છે. ઘણા બધા તકિયા લઈને સુવામાં ખોટું કશું જ નથી. આ બાબત અનહેલ્ધી ત્યારે બને છે જ્યારે તકિયાનું કવર બદલવામાં ન આવે. તકિયાના કવરને યોગ્ય સમયે બદલવામાં ન આવે તો, બેક્ટેરિયા અને બીમારીઓ તેને પોતાનું ઘર બનાવી શકે છે. આનાથી ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે, તેથી ઓશીકાનું કવર ચોક્કસ સમયે બદલવું જોઈએ.
બીમારીનું ઘર છે તકિયાનું કવર
તકિયાનું કવર ઓછામાં ઓછું દર અઠવાડિયે બદલવું જોઈએ. જો આમ ન કરવામાં આવે તો ત્વચાને ઘણું નુકસાન સહન કરવું પડી શકે છે. ત્વચા સંબંધિત બીમારીઓ થઈ શકે છે. ઘણી વખત તેની સારવાર કરાવવાથી પણ ફાયદો થતો નથી. દવા પણ બિનઅસરકારક સાબિત થઈ શકે છે.
જો તકિયાનું કવર દર અઠવાડિયે ન બદલાય તો શું થશે?
- આરોગ્ય નિષ્ણાતો ભલામણ કરે છે કે દર અઠવાડિયે તકિયાનું કવર બદલવું જોઈએ. હકીકતમાં દરરોજ, ધૂળ અને કણો, તેલ, ડેડ સ્કીન, હાનિકારક બેક્ટેરિયા, અનેક પ્રકારની ગંદકી અને જો ઘરમાં પાળતુ પ્રાણી હોય તો તેમના વાળ ઓશીકાના કવરમાં ફસાઈ જાય છે. જેના કારણે ચહેરા પર પિમ્પલ્સ અને ફોલ્લીઓ દેખાવા લાગે છે. તેથી સમય સમય પર તકિયાનું કવર બદલવું જોઈએ. નહિંતર ચહેરાની ત્વચા સંપૂર્ણપણે નાશ પામે છે. એટલું જ નહીં તકિયાને પણ સાફ અથવા ડ્રાય ક્લીન કરવું જોઈએ અથવા તેને પણ દર છ મહિને કે વરસે બદલી નાંખવું જોઈએ.
- જો તમે દર અઠવાડિયે તમારા તકિયાનું કવર ન બદલો તો તેનાથી એલર્જી થઈ શકે છે. કેટલીકવાર તે ચેપનું કારણ બની શકે છે. દરરોજ લોકો જુદી જુદી જગ્યાએથી આવ્યા પછી પથારીમાં આવે છે, આવી સ્થિતિમાં તે અસ્વચ્છ પણ હોઈ શકે છે. આ સિવાય જો તમે તમારી બેડશીટ અને ઓશીકાનું કવર સમયાંતરે બદલતા નથી તો તેના કારણે કમ્ફર્ટ ઘટી જાય છે. આરામદાયક અનુભવ તમને પીડા આપી શકે છે. તકિયાના કવર બદલવાથી તમારા ઓશીકાનું આયુષ્ય પણ વધે છે. આ સિવાય સમયાંતરે બેડશીટ અને પિલો કવર બદલવાથી સકારાત્મકતા આવે છે અને રૂમની સુંદરતા વધે છે.
ઓશીકાનું કવર કેવી રીતે પસંદ કરવું?
હેલ્થ એક્સપર્ટના મતે જો ઓશીકાનું કવર સિલ્કનું બનેલું હોય તો બેક્ટેરિયા ઓછા હોય છે. જેના કારણે ચહેરા પર પિમ્પલ્સ પણ નથી આવતા. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે રેશમી કવર કોટન કરતાં ત્વચાના સ્વાસ્થ્ય માટે વધુ સારા છે. તે સમસ્યાઓનું જોખમ ઘટાડે છે.
આ પણ વાંચોઃ બાળકો માટે પણ વધુ ખાંડ ખાવી સારી નથી, રહે છે ડાયાબિટીસનું જોખમ
HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ
https://chat.whatsapp.com/C9CO8rDNph0IwQeN82T0Zy