હમ દેખેગે ન્યૂઝ ડેસ્ક: કોંગ્રેસે મંગળવારે બેંગલુરુમાં વિપક્ષી પાર્ટીઓની એક બેઠકનું આયોજન કર્યું હતું અને આ દરમિયાન નિર્ણય લેવામાં આવ્યો હતો કે તેમના ‘મહાગઠબંધન’નું નામ ‘ભારતીય રાષ્ટ્રીય વિકાસલક્ષી ગઠબંધન’ એટલે કે ભારત હશે.
ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન એટલે કે એનડીએ સામે ‘વિપક્ષી એકતા’નું નક્કર પગલું માનવામાં આવી રહ્યું છે.
રાજકીય વિશ્લેષકો બેંગલુરુમાં 26 વિપક્ષી પાર્ટીઓ સાથે મળીને આવવાના નિર્ણયને સકારાત્મક પગલું માને છે.
જોકે તેમનું કહેવું છે કે આ એક સારી શરૂઆત છે, પરંતુ હજુ પણ ‘ઘણા જીન’ ચિરાગમાંથી બહાર આવવાના બાકી છે, જે 2024ની લોકસભા ચૂંટણી શરૂ થવાના થોડા મહિના પહેલા પ્રગટ થઇ શકે છે.
દિલ્હી સ્થિત વરિષ્ઠ રાજકીય વિશ્લેષક આનંદ સહાય અનુસાર, “પટના પછી બેંગલુરુમાં બીજી બેઠક માટે એકસાથે આવે કે તરત જ જોડાણ અને સંકલન પેનલનું નામ આપવાનો નિર્ણય એ સંકેત છે કે તેઓ તેના વિશે ગંભીર છે. આનાથી તેઓની કેટલી એકતા રહેશે તે ખબર નથી. પરંતુ એકતાનો પ્રયાસ સ્પષ્ટ દેખાય છે. તેની સરખામણીમાં ભાજપના નેતૃત્વમાં એનડીએ વેરવિખેર દેખાઇ રહી છે. આજ વસ્તુ છે જે INDIAને હેતુવાળું ગઠબંધનના રૂપમાં દર્શાવે છે.
જો કે, ઘણા રાજકીય વિવેચકો આ સાથે સહમત નથી. રાજકીય વિશ્લેષક ડૉ. સંદીપ શાસ્ત્રી અનુસાર “તે સારી શરૂઆત છે પરંતુ તેને વળગી રહેવું મહત્વપૂર્ણ છે.”
એક અન્ય વરિષ્ઠ રાજકીય વિવેચક રાધિકા રામાસેશને જણાવ્યું કે, ભૂતકાળમાં કોઈપણ સમયે લોકસભા ચૂંટણી પહેલા કોઈનું નામ સામે રાખવામાં આવતું નહતું. રાહુલ ગાંધીએ ખુબ જ ચતુરાઇપૂર્વક ઈન્ડિયા અને ભારતને એકબીજા સામે મૂકી દીધા છે અને ઈન્ડિયા અને ભારત વચ્ચે તે વિરોધાભાસને દૂર કરી દીધું છે, જેના પર આરએસએસ/બીજેપી હંમેશા અભિયાન ચલાવતા રહ્યાં છે. પરંતુ ચર્ચાના કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે.
આ પણ વાંચો- ટામેટાંના ભાવને લઈને અભિનેતા સુનિલ શેટ્ટીએ આપ્યું નિવેદન, જાણો પછી કેમ માંગી માફી
બેંગ્લોરમાં વિપક્ષી પાર્ટીઓની બીજી બેઠકમાં 26 પાર્ટીઓ ઉપસ્થિત રહી જ્યારે પાછલા મહિનામાં પટનામાં 16 પાર્ટીઓએ ભાગ લીધો હતો. આમ આદમી પાર્ટીએ પટનામાં પ્રેસકોન્ફ્રન્સમાં સામેલ થઈ નહતી કેમ કે કોંગ્રેસ દિલ્હી સાથે જોડાયેલા વટહુકમનું સમર્થન કર્યું નહતું.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ બીજી વિપક્ષ પાર્ટીઓની હાજરમાં પ્રેસકોન્ફ્રન્સમાં કહ્યું કે, “કેટલાક મતભેદ છે પરંતુ અમે તેમને બાજુ પર મૂકી દીધા છે. અમે મુંબઈમાં એક સંકલન પેનલ અને દિલ્હીમાં એક સચિવાલય (secretariat) સ્થાપિત કરવાની યોજના પર આગળ વધી રહ્યાં છીએ. પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સંયુક્ત કેમ્પેનની પણ સલાહ આપી. “
INDIA जीतेगा-भाजपा हारेगी
भारत जीतेगा-भाजपा हारेगी
INDIA जीतेगा-देश जीतेगा: @MamataOfficial जी pic.twitter.com/BC2wosXRuO
— Congress (@INCIndia) July 18, 2023
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા દ્વારા આયોજિત રાત્રિભોજનમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી વચ્ચેની ઉષ્મા સ્પષ્ટપણે જોવા મળી હતી. બંને સામસામે બેસીને વાતો કરી રહ્યા હતા. બંને વચ્ચે આ વાતચીત બે વર્ષમાં પહેલીવાર થઈ રહી હતી. આ ઉષ્મા ત્યારે વધુ દેખાઈ જ્યારે રાહુલ ગાંધીએ મમતા બેનર્જીને ગઠબંધનનું નામ ‘INDIA’ તરીકે રજૂ કરવાનું સૂચન કર્યું.
ગઠબંધનનું નામ ‘ડેમોક્રેટિક’ (લોકશાહી) રાખવું કે ‘વિકાસલક્ષી’ (વિકાસ તરફી) રાખવું તે અંગે પણ મતભેદ હતા.
ડાબેરી પક્ષોના નેતાઓએ પણ કેટલાક અલગ-અલગ સૂચનો આપ્યા અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે નીતીશ કુમારે સવાલ ઉઠાવ્યો હતો કે શું ‘INDIA’ નામ રાખવું યોગ્ય રહેશે કે નહીં.
જોકે, આ નામ પર કોઈ વિરોધ કર્યા વિના સંમતિ આપવામાં આવી હતી. મમતા બેનર્જીએ તેવું કહેતા ગઠબંધનનું નામકરણ કર્યું કે, ‘શું એનડીએ INDIAનો સામનો કરી શકે છે?’
ખડગેએ સ્પષ્ટતા કરતા વાતને આગળ વધારી કે કોંગ્રેસને સત્તા મેળવવામાં રસ નથી પરંતુ સામાજિક ન્યાય અને બંધારણની રક્ષા કરવામાં રસ છે.
ખડગેના ભાષણની ઝલક કોન્ફરન્સ પછી પસાર કરવામાં આવેલા ઠરાવમાં પણ જોવા મળી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે ગઠબંધન જાતિની વસ્તી ગણતરી લાગુ કરશે.
ગઠબંધનમાં સીટોની વહેંચણી સૌથી મોટો મુદ્દો છે અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેને ઉઠાવ્યો છે. જોકે આ અંગે વધુ કોઈ ચર્ચા થઈ નથી.
રાહુલ ગાંધીએ ભારપૂર્વક કહ્યું કે આ એક વૈચારિક લડાઈ છે અને એવું માનવામાં આવે છે કે બેઠક સરળતાથી થઈ હતી.
પ્રેસ કોન્ફરન્સને રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, મમતા બેનર્જી અને અરવિંદ કેજરીવાલે સંબોધિત કરી હતી. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન તેમાં હાજર રહ્યા ન હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમણે ફ્લાઈટ પકડવા માટે વહેલા નીકળવું પડ્યું હતું.
ઘણા પ્રશ્નોના જવાબ મળવાના બાકી
ડૉ. શાસ્ત્રી કહે છે, “મને લાગે છે કે ‘INDIA’એ યોગ્ય રાજકીય ચળવળ ઊભી કરી છે, પરંતુ ઘણા પ્રશ્નો તેની સાથે જોડાયેલા છે. તમે બેઠકોની વહેંચણી પર વિવિધ રાજ્યો વચ્ચેની સ્પર્ધાને કેવી રીતે હલ કરશો? આ પ્રથમ જટિલતા છે. મમતાનું સૂચન સંયુક્ત ઝુંબેશ આકર્ષક લાગે છે. પરંતુ શું તે જમીન પર દરેકના ઘમંડનો સામનો કરી શકે છે?”
ડો. શાસ્ત્રી રાધિકા રામસેસન સાથે સહમત છે કે “સામાન્ય એજન્ડા ભાજપનો વિરોધ કરવાનો છે.” શાસ્ત્રીએ કહ્યું કે સ્પર્ધા નેતૃત્વને બદલે પ્રાથમિકતાઓ અને નીતિઓ પર હોવી જોઈએ.
રામસેસન કહે છે કે ભાજપ સ્પષ્ટપણે કહી રહ્યું છે કે તેઓ ઈચ્છે છે કે ચર્ચા નેતૃત્વ પર થાય. પરંતુ રામસેસનને આશ્ચર્ય થાય છે કે શું મોદી પરનું આ ધ્યાન વિપક્ષી દળોની “વિચારશીલ વ્યૂહરચના” છે.
મોદીની લોકપ્રિયતા
રામસેસન કહે છે, “એ વાત સાચી છે કે મોદીની લોકપ્રિયતા 2014 જેવી નથી. પરંતુ આ પ્રચારમાં મોદીને ફરી એક પડકાર માનવામાં આવશે નહીં, હવે સમય આવી ગયો છે કે તેઓ વૈકલ્પિક એજન્ડા વિશે વિચારે કે પીવાનું પાણી, શિક્ષા વગેરે જેવી મૂળભૂત સુવિધાઓ પહોંચાડવા પર ગઠબંધન શું વિચારે છે.
પરંતુ સહાય કહે છે કે અગાઉના ચૂંટણી પરિણામોએ સ્પષ્ટપણે દર્શાવ્યું છે કે કેવી રીતે મોદી પશ્ચિમ બંગાળમાં કે કર્ણાટકમાં મમતાની તૃણમૂલ કોંગ્રેસ સામે સફળ થઈ શક્યા નથી.
તેઓ કહે છે, તેથી સ્વભાવિક રૂપે તેઓ અલગ-અલગ રાજ્યોમાં અલગ પ્રમુખ ખેલાડી છે, જેમ કે રાજસ્થાન, છત્તીસગઢ અથવા મધ્યપ્રદેશમાં કોંગ્રેસ બીજેપીની વિરૂદ્ધ છે. તેથી સીટની વહેંચણી તે આધાર પર નક્કી કરવામાં આવે કે મુખ્ય ખેલાડી કોણ છે. પરંતુ બીજેપીની બેઠકો પર નજર નાખીએ તો જો ચાર નેતા છે તો ચાર જૂથ પણ છે.
સહાઈ અનુસાર, અમેરિકાના જો બાઇડેન અને ફ્રાન્સના મેક્રોની દ્રષ્ટિકોણને છોડી દેવામાં આવે તો મોદીની લોકપ્રિયતા પણ ઓછી થઈ છે. તેઓ મોદીને નહીં પરંતુ ભારતને પસંદ કરે છે કેમ કે ભારત હથિયારોનો સૌથી મોટો ખરીદદાર છે.
ભ્રષ્ટાચાર પર મોદીનું અભિયાન
રામશેષને એમ પણ કહ્યું કે વિરોધ પક્ષોએ “ભ્રષ્ટાચાર નામના જાનવર” સામે લડવું પડશે. ઘણા વિપક્ષી નેતાઓ આરોપોનો સામનો કરી રહ્યા છે અને કેટલાક જામીન પર બહાર છે. વિપક્ષે એ વાત પર ધ્યાન આપવું પડશે કે ભ્રષ્ટાચાર એક મોટો મુદ્દો છે. નામ નક્કી કરી લેવાથી ગઠબંધનનું કામ ખત્મ થઈ જતું નથી.
Indian National Developmental Inclusive Alliance – INDIA
यह लड़ाई NDA और INDIA के बीच है।
यह लड़ाई नरेन्द्र मोदी जी और INDIA के बीच है।
BJP की विचारधारा और INDIA के बीच है।
: @RahulGandhi जी pic.twitter.com/4CE0FagmL9
— Congress (@INCIndia) July 18, 2023
સહાયનું કહેવું છે કે પીએમ મોદીએ મંગળવારની શરૂઆત રાજકીય પાર્ટીઓની ટીકાથી શરૂ કરી, જેની અપેક્ષા પણ કરવામાં આવી રહી હતી. તેઓ એવા લોકો સાથે વાત કરી રહ્યાં હતા, જેઓ જવાબ આપવાની સ્થિતિમાં નહતા. તેમને કોઈ નવો મુદ્દો ઉઠાવ્યો નહતો.
એક બાબત તો નક્કી છે કે, પીએમ મોદી સહિત બીજેપીના તમામ નેતાઓ વિપક્ષી એકતાને ગંભીરતાથી લે છે. ચોક્કસપણે તેમને 2024ને લઈને ડર ઉભો થયો છે કેમ કે તેમને પણ પોતાની એનડીએની પાર્ટનર પાર્ટીઓ સાથેની મીટિંગ રાખીને પોતાનું શક્તિપ્રદર્શન કરવાની ફરજ પડી હતી.
આ પણ વાંચો-પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી સિંદૂર અને મંગળસૂત્ર વાળા નિવેદનથી ફસાયા, મહિલા આયોગમાં ફરિયાદ