ટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

D.A.કેટલું વધશે, 2 કે 3 ટકા, જાણો ક્યારે થશે જાહેરાત

Text To Speech

નવી દિલ્હી, 4 માર્ચ: હોળી પહેલા કેન્દ્ર સરકાર કર્મચારીઓને મોટી ભેટ આપી રહી છે. અહેવાલો અનુસાર સરકાર જલ્દી D.A.(મોંઘવારી ભથ્થું)મા વધારાની ઘોષણા કરી શકે છે. હજુ સુધી સરકાર તરફથીકોઈ નિવેદન આવ્યું નથી. જોકે અંદાજ અનુસાર મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો થઇ શકે છે.

હોળી પહેલા હોઈ શકે છે એલાન

આ વખતે હોળી 14 માર્ચે છે. મોદી સરકાર 14 માર્ચથી પહેલા DAમાં વધારાની ઘોષણા કરીને કર્મચારીઓને મોટી ભેટ આપી શકે છે. એટલુ જ નહી મોંઘવારી ભથ્થાની સાથે સાથે મોંઘવારી રાહત (DR)માં પણ વધારાની આશા છે.

વર્ષમાં બે વખત થાય D.A.માં સુધારો

7માં પગાર પંચના નિયમો અનુસાર મોઘવારીમાં બે વાર સુધારો કરવામાં આવે છે. પહેલી વધારો 1 જાન્યુઆરીથી લાગુ થાય છે. તેની જાહેરાત સામાન્ય રીતે માર્ચમાં થાય છે. જ્યારે બીજો વધારો 1 જુલાઇથી લાગુ થાય છે. જેની જાહેરાત સપ્ટેમ્બરમાં થાય છે. આ વખતે જાન્યુઆરી 2025માં લાગુ થનાર D.A. વધારાની ઘોષણા માર્ચમાં થવાની ધારણા છે.

કેવી રીતે નક્કી કરવામાં આવે છે મોંઘવારી ભથ્થુ?

ઔદ્યોગિક કામદારો માટે અખિલ ભારતીય ઉપભોક્તા ભાવ સૂચકાંક (AICPIN-IW) કેન્દ્ર સરકારના પગારમાં ભથ્થાની વૃદ્ધિ કરે છે. આ નિર્ધારિત દેશોમાં ખરીદી અને વપરાશકારોનું મૂલ્ય સ્તર છે. સરકાર આ આંકડો છ મહિનાની સરેરાશ કાઢીને લે છે.

આ વખતે કેટલુ વધી શકે છે D.A.?

શ્રમ મંત્રાલયનો અહેવાલ દર્શાવે છે કે ડિસેમ્બર 2024માં સીપીઆઇ 143.7 સુધી પહોંચી ગયો છે. તેના આધારે કેન્દ્રના કર્ચમારીઓને D.A.માં 2 ટકાનો વધારો થવાનું અનુમાન છે. આ વૃદ્ધિ જાન્યુઆરી 2025થી લાગુ પડશે. પહેલા એવુ અનુમાન હતું કે સરકારી કર્મચારીઓને 3 ટકા વધારો મળી શકે છે.

D.A.માં વધારા બાદ કેટલુ મળશે ભથ્થુ?

7મા પગાર પંચ અનુસાર પ્રવર્તમાન મોઘવારી ભથ્થુ 53.98 ટકા છે. આ 2 ટકા વધારા બાદ તે 55.98 ટકા થઇ જશે. તેનો સીધો ફાયદો કેન્દ્રિય કર્મચારીઓ અને પેન્શનર્સને મળશે.

ક્યારે થશે સત્તાવાર જાહેરાત

સરકાર દ્વારા અત્યાર સુધી આ બાબતે કોઇ ઔપચારીક ઘોષણા થઇ નથી ત્યારે માર્ચના પહેલા બીજા સપ્તાહમાં D.A.માં વધારાના સારા સમાચાર મળી શકે છે. તેનાથી કર્મચારીઓને હોળીની ભેટ પણ મળશે.

આ પણ વાંચોઃ ક્યાં ગયો તાનાશાહ કિમ જોંગ ઉન, બહેને મોર્ચો સંભાળ્યો, અમેરિકાને આપી દીધી ધમકી

Back to top button